Cricket: શરમજનક હાર બાદ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11માં એક ફેરફાર નક્કી, કોણ થશે બહાર ને કોને મળશે એન્ટ્રી ?
Team India Playing XI: ભારત 24 ઓક્ટોબરથી પુણેમાં ન્યૂઝીલેન્ડ સાથે બીજી ટેસ્ટ મેચ રમવાનું છે. શુભમન ગીલનું પ્લેઈંગ ઈલેવનમાં વાપસી નિશ્ચિત છે
Team India Playing XI: ભારતીય ક્રિકેટ ટીમને બેંગલુરુ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં આઉટ થયા બાદ ભારતે બીજી ઇનિંગમાં 462 રન બનાવીને ન્યૂઝીલેન્ડને 107 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ દાવમાં 402 રન બનાવીને 356 રનની લીડ મેળવી હતી. ખાસ વાત છે કે, અનફિટ હોવાને કારણે શુભમન ગીલ પહેલી મેચમાં રમ્યો નહોતો. બીજી ટેસ્ટમાં તેની વાપસી સાથે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાનું લગભગ નક્કી છે.
ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
પ્રથમ દાવમાં ભારતીય ટીમ માત્ર 46 રનમાં સમેટાઈ ગઈ હતી. માત્ર 2 બેટ્સમેન બે અંક સુધી પહોંચી શક્યા હતા. ઓપનર યશસ્વી જાયસ્વાલે 13 જ્યારે ઋષભ પંતે 20 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે તે નિશ્ચિત માનવામાં આવે છે. રેગ્યૂલર નંબર ત્રણ બેટ્સમેન શુભમન ગીલને બેંગલુરુ ટેસ્ટમાં જગ્યા આપવામાં આવી ન હતી. તે મેચ રમવા માટે ફિટ નહોતો. પ્રથમ ટેસ્ટમાં ભારતની કારમી હાર થઇ હતી, અને હવે ગીલની વાપસી નક્કી છે. તે નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.
ભારત 24 ઓક્ટોબરથી પુણેમાં ન્યૂઝીલેન્ડ સાથે બીજી ટેસ્ટ મેચ રમવાનું છે. શુભમન ગીલનું પ્લેઈંગ ઈલેવનમાં વાપસી નિશ્ચિત છે. પૂર્વ કેપ્ટન અનિલ કુંબલે અને પૂર્વ વિકેટકીપર સબા કરીમે, જેઓ મેચ બાદ કૉમેન્ટ્રી પેનલનો ભાગ હતા, તેમણે પણ શુભમન ગીલની વાપસી અંગે વાત કરી છે. તેના આગમન બાદ કોને પડતો મુકવો તે કેપ્ટન રોહિત શર્મા અને કૉચ ગૌતમ ગંભીર માટે માથાનો દુઃખાવો બની રહેશે.
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં શુભમન ગીલની જગ્યાએ સરફરાઝ ખાનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા આ બેટ્સમેને બીજી ઈનિંગમાં 150 રન બનાવીને કેપ્ટનની મુશ્કેલીઓ વધારી દીધી છે.
શુભમન ગીલ પુણેમાં ન્યૂઝીલેન્ડ સામે પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરશે તે નિશ્ચિત છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે કેપ્ટન અને કૉચ કેએલ રાહુલને બહાર રાખીને ગીલને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે. બંનેના પ્રદર્શન પર નજર કરીએ તો હાલમાં શુભમનનું ફોર્મ કેએલ કરતા સારું છે.
આ પણ વાંચો
IND vs NZ 1st Test: એક ખોટા નિર્ણયને કારણે ટીમ ઈન્ડિયાના હાથમાંથી મેચ સરકી ગઈ, આ રહ્યા હારના કારણ