શોધખોળ કરો

IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું

IND vs SA 3rd ODI Highlights: ભારતે ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું. યશસ્વી જયસ્વાલે પોતાની પહેલી સદી ફટકારી, જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ અડધી સદી ફટકારી.

IND vs SA 3rd ODI Highlights:ભારતે ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું. યશસ્વી જયસ્વાલે પોતાની કારકિર્દીની પહેલી સદી ફટકારી, જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ અડધી સદી ફટકારી. આ જીત સાથે, ભારતીય ટીમે 2-1 થી શ્રેણી જીતી લીધી. વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકા 270 રનમાં ઓલઆઉટ થઈ ગયું. જવાબમાં, ટીમ ઈન્ડિયાએ 61 બોલ બાકી રહેતા 9 વિકેટે મેચ જીતી લીધી.

271 રનના લક્ષ્યનો પીછો કરતા, ટીમ ઈન્ડિયાએ ઉડતી શરૂઆત કરી. જયસ્વાલે શ્રેણીની પાછલી બે મેચમાં માત્ર 40 રન બનાવ્યા હતા. દબાણ હેઠળ, તેણે 75 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે રોહિત શર્મા સાથે 155 રનની ઓપનિંગ ભાગીદારી કરી. જયસ્વાલ આ મેચમાં 121 બોલમાં 116 રન બનાવી અણનમ રહ્યો. તેણે આ ઇનિંગમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. જયસ્વાલ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન પણ બન્યો

રાંચીમાં રોહિત શર્માએ 57૭ રન બનાવ્યા. ત્યારબાદ તે બીજી વનડેમાં શરૂઆતમાં આઉટ થઈ ગયો, પરંતુ ત્રીજી વનડેમાં તેણે 75 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને ૩ છગ્ગાનો સમાવેશ થાય છે. બીજી તરફ, વિરાટ કોહલી મેદાન પર આવતાની સાથે જ ઝડપથી રન બનાવવા લાગ્યો. વિરાટ 45 બોલમાં 65 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો. આ વિસ્ફોટક ઇનિંગમાં તેણે 6 ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા. જયસ્વાલ અને કોહલીએ 84 બોલમાં 116 રન બનાવ્યાં

કુલદીપ યાદવે ઇતિહાસ રચ્યો
આ પહેલાં, કુલદીપ યાદવે પોતાની બોલિંગથી ઇતિહાસ રચ્યો હતો. તેણે મેચમાં ચાર વિકેટ લીધી હતી. હવે તે વનડે ક્રિકેટ ઇતિહાસમાં ભારતીય બોલરો માટે સૌથી વધુ ચાર વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે 11 વખત ચાર વિકેટ લીધી છે. ફક્ત અજિત અગરકર (12 વખત) અને મોહમ્મદ શમી (16 વખત) એ આ સિદ્ધિ વધુ વખત મેળવી છે. પ્રખ્યાત કૃષ્ણાએ પણ બોલ સાથે ચાર વિકેટ લીધી હતી.

વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની પહેલી વનડેમાં 135 રન બનાવ્યા હતા, અને બીજી વનડેમાં પણ સદી ફટકારી હતી. તેણે ત્રીજી વનડેમાં 6 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે શ્રેણીની ત્રણ મેચમાં કુલ 302 રન બનાવ્યા હતા, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. તો નિર્ણાયક મેચમાં અણનમ 116 રન બનાવનાર યશસ્વી જયસ્વાલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.                          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget