IND vs NZ: શુભમન ગીલે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કર્યુ મોટુ કારનામુ, આવું કરનારો દુનિયાનો નંબર - 1 ખેલાડી બન્યો, જાણો
ગીલે અમદાવાદ ટી20માં અણનમ 126 રન બનાવ્યા, આ દરમિયાન તેને 63 બૉલનો સામનો કર્યો, જેમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા.
Shubman Gill Team India: ભારત અને ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝમાં ભારતીય ટીમે કીવી ટીમને 2-1થી હરાવી દીધી, શુભમન ગીલે અંતિમ કરો યા મરો ટી20માં કમાલની બેટિંગ કરતા સદી ફટકારી અને કીવી ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. બન્ને ટીમો વચ્ચે ગઇકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીરીઝની અંતિમ ટી20 મેચ રમાઇ હતી.
આ મેચમાં શુભમની ગીલે અણનમ સદી ફટકારી, ગીલે આ સદીની મદદથી કેટલાય રેકોર્ડ તોડી નાંખ્યા, ગીલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એક વનડે અને ટી20માં સૌથી વધુ રન બનાવનારો નંબર 1 બેટ્સમેને બની ગયો છે. તેને પહેલી વનડેમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો, અને હવે ટી20 સીરીઝમાં પણ કમાલ કર્યો છે.
ગીલે અમદાવાદ ટી20માં અણનમ 126 રન બનાવ્યા, આ દરમિયાન તેને 63 બૉલનો સામનો કર્યો, જેમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. ભારતે આ મેચમાં 20 ઓવરમાં 234 રન બનાવ્યા અને કીવી ટીમે રનોનો પીછો કરતા માત્ર 66 રનોના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગઇ હતી, આ મેચ ભારતીય ટીમે 168 રનોથી જીતી લીધી હતી, આ પણ એક રેકોર્ડ જીત બની ગઇ હતી.
શુભમન ગીલ અમદાવાદ મેચ બાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 ફૉર્મેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. તે આ પહેલા વનડે ફોર્મેટમાં પણ આ કારનામુ કરી ચૂક્યો છે. શુભમને આ વર્ષે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ડબલ સેન્ચૂરી ફટકારી છે. તેને 208 રન બનાવ્યા છે. જો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ફૉર્મેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનની વાત કરીએ તો આમાં વૉલી હેમન્ડ નંબર નંબર 1 પર છે, તેને 1933 માં અણનમ 336 રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી -
ટેસ્ટ - 336* - વૉલી હેમન્ડ (ઇંગ્લેન્ડ, 1993)
વનડે - 208 - શુભમન ગીલ (ભારત, 2023)
ટી20 - 126* - શુભમન ગીલ (ભારત, 2023)
ભારત માટે દરેક ફોર્મેટમાં સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન બન્યો
ગિલ ટેસ્ટ, ઓડીઆઈ અને ટી20 ઈન્ટરનેશનલ એમ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ભારતનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં વિરાટ કોહલી બાદ ગિલનું નામ નોંધાયું છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાએ આ કારનામું સૌથી પહેલા કર્યું હતું. રૈનાએ ભારતીય ટીમ માટે T20 ઈન્ટરનેશનલમાં પ્રથમ સદી ફટકારી હતી. આ પછી રહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી અને હવે શુભમને ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે.
ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર બેટ્સમેનોની યાદી
• સુરેશ રૈના.
• રોહિત શર્મા.
• કેએલ રાહુલ.
• વિરાટ કોહલી.
• શુભમન ગિલ
ગિલની અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
ગિલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 13 ટેસ્ટ, 21 વનડે અને 6 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ મેચોમાં તેણે 32ની એવરેજથી 736 રન બનાવ્યા છે. આ સિવાય તેણે વનડેમાં 73.76ની એવરેજથી 1254 રન બનાવ્યા છે. તે જ સમયે, T20 ઈન્ટરનેશનલમાં તેના બેટમાંથી 40.40ની એવરેજ અને 165.57ના સ્ટ્રાઈક રેટથી કુલ 202 રન થયા છે.