Asia Cup 2021: વિરાટ, રોહિત, બુમરાહની ગેરહાજરીમાં કેવી હશે કેએલ રાહુલની ટીમ ઇન્ડિયા, કયા યુવાઓને મળશે મોકો, જુઓ ટીમ.....
રિપોર્ટ પ્રમાણે ટી20 એશિયા કપમાં ટીમની કમાન વિરાટની ગેરહાજરીમાં કેએલ રાહુલને સોંપવામાં આવશે. આ ટી20 ટૂર્નામેન્ટમાં રાહુલની ટીમમાં સ્ટાર ખેલાડીઓને જગ્યા મળશે, જેમાં રાહુલની સાથે શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, યુજેન્દ્ર ચહલ અને ટી નટરાજન જેવા ટી20ના સ્પેશ્યાલિસ્ટ ખેલાડીઓ હશે
નવી દિલ્હીઃ આગામી જૂન મહિનામાં ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમવાનુ છે, આ માટે ઇંગ્લેન્ડ જવુ પડશે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ માટે પણ વ્યસ્ત છે. વળી આ જૂન મહિનામાં જ ટી20 એશિયા કપનુ આયોજન કરવામાં આવી શકે છે. જો એશિયા કપનુ આયોજન થશે તો રિપોર્ટ છે કે વિરાટ કોહલી, ઋષભ પંત, રોહિત શર્મા, બુમરાહ અને મોહમ્મદ શમી જેવા સ્ટાર ખેલાડીઓનુ શિડ્યૂલ ખુબ વ્યસ્ત હોવાના કારણે તે આ ટૂર્નામેન્ટ નહીં રમી શકે. આ ટૂર્નામેન્ટ શ્રીલંકામાં રમાવવાની છે. જેના કારણે ટીમની કમાન ધૂરંધર બેટ્સમેન કેએલ રાહુલને સોંપવામાં આવી શકે છે, ટીમ ઇન્ડિયાની બીજી ટીમ લોકેશ રાહુલની આગેવાનીમાં રમશે.
રિપોર્ટ પ્રમાણે ટી20 એશિયા કપમાં ટીમની કમાન વિરાટની ગેરહાજરીમાં કેએલ રાહુલને સોંપવામાં આવશે. આ ટી20 ટૂર્નામેન્ટમાં રાહુલની ટીમમાં સ્ટાર ખેલાડીઓને જગ્યા મળશે, જેમાં રાહુલની સાથે શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, યુજેન્દ્ર ચહલ અને ટી નટરાજન જેવા ટી20ના સ્પેશ્યાલિસ્ટ ખેલાડીઓ હશે.
આગામી જૂન મહિનાઓમાં આઇસીસીની મોટી ટૂર્નામેન્ટ એશિયા કપ 2021 શરૂ થવાની છે. જોકે હજુ સુધી આનુ કોઇ શિડ્યૂલ જાહેર નથી કરવામાં આવ્યુ. રિપોર્ટ છે કે બીસીસીઆઇ એશિયા કપ માટે ભારતીય ટીમની બી ટીમ ઉતારવામાં આવી શકે છે, આ ટૂર્નામેન્ટ જૂનના અંતમાં શ્રીલંકામાં આયોજિત કરવામાં આવી શકે છે.
જોકે હવે ભારતીય ટીમ ઇંગ્લેન્ડને ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી ચૂક્યુ છે, અને આ ફાઇનલ જુન મહિનામાં જ રમાવવાની છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ 18 થી 23 જૂનની વચ્ચે રમાશે. જો એશિયા કપ આ વર્ષે આયોજિત થશે તો તેમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ -બીસીસીઆઇ વ્યસ્ત શિડ્યૂલના કારણે પોતાની બીજી ટીમ મોકલી શકે છે.
ભારતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની સીરીઝ રમવાની છે. આવામાં ભારતની પાસે એશિયા કપ 2021માં બીજી ટીમ મોકલવા સિવાય કોઇ ઓપ્શન નથી. બીજા દરજ્જાની ટીમ મતલબ ટીમ ઇન્ડિયા એશિયા કપમાં વિરાટ કોહલી, પંત, રોહિત, બુમરાહ અને શમી વિના ઉતરશે.
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 18 જૂનથી શરૂ થનારી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે જૂનના પહેલા સપ્તાહમાં ઇંગ્લેન્ડ માટે રવાના થશે. આવામાં ઇંગ્લેન્ડમાં ભારતીય ખેલાડીઓને 14 દિવસના સખત ક્વૉરન્ટાઇન પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે.