IND vs AUS: ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર,જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત,જાણો કોણે સંભાળી કેપ્ટન્સી
IND vs AUS: ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે સિડની ટેસ્ટની વચ્ચે અચાનક મેદાન છોડી દીધું હતું. બુમરાહ કારમાં બેસીને બહાર જતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
IND vs AUS: ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 5મી ટેસ્ટ મેચ રમી રહી છે. આ સીરીઝની 5મી ટેસ્ટ મેચની વચ્ચે ભારતીય ટીમ અને ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા હજુ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી હતી જ્યારે જસપ્રિત બુમરાહ અચાનક મેદાન છોડી ગયો હતો. તેને મેદાન છોડતો જોઈને દરેક ચાહકોના ધબકારા વધી ગયા. જસપ્રીત બુમરાહ આ શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયા માટે સૌથી સફળ બોલર રહ્યો છે. મેદાન છોડ્યા બાદ બુમરાહ પણ સ્ટેડિયમની બહાર નીકળી ગયો હતો. તે ટીમ ઈન્ડિયાના મેડિકલ સ્ટાફ સાથે સ્કેન માટે સ્ટેડિયમની બહાર જતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે કારમાં જતો જોવા મળ્યો હતો.
Where's Jasprit Bumrah off to 🤔#AUSvIND pic.twitter.com/P0yD1Q8pnV
— 7Cricket (@7Cricket) January 4, 2025
બુમરાહ શાનદાર ફોર્મમાં
ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ આ શ્રેણી દરમિયાન શાનદાર ફોર્મમાં છે. તેમની કેપ્ટન્સીથી લઈને બોલિંગ સુધી બંને શાનદાર રહ્યા છે. ટીમ ઈન્ડિયાને આ સમયે બુમરાહની જરૂર છે. આ શ્રેણીમાં બુમરાહનું પ્રદર્શન અન્ય તમામ ખેલાડીઓ કરતા ઘણું સારું રહ્યું છે. તેણે આ સિરીઝમાં કુલ 32 વિકેટ લીધી છે. જે સૌથી વધુ છે. ઓસ્ટ્રેલિયા તરફથી કોઈ બોલરે આવું પ્રદર્શન કર્યું નથી. આ સિવાય બુમરાહ આ મેચમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે આ બેવડો ઝટકો છે.
Jasprit Bumrah has left the SCG: https://t.co/0nmjl6Qp2a pic.twitter.com/oQaygWRMyc
— cricket.com.au (@cricketcomau) January 4, 2025
બુમરાહની જગ્યાએ કોહલી કેપ્ટન બન્યો
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં નથી રમી રહ્યો. આવી સ્થિતિમાં ટીમના વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહને 5મી મેચમાં કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી હતી. બુમરાહના ગયા બાદ ટીમ પાસે એવો કોઈ વિકલ્પ નહોતો કે જે મેદાન પર ટીમની કેપ્ટનશીપ કરી શકે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી કેપ્ટનની જવાબદારી સંભાળી રહ્યો છે. જ્યાં સુધી બુમરાહ મેદાનમાં પાછો નહીં આવે. માત્ર વિરાટ કોહલી જ કેપ્ટનશીપ કરશે. બુમરાહની ગેરહાજરીમાં નીતિશ રેડ્ડીનો પણ બોલર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બુમરાહને કઈ પ્રકારની ઈજા થઈ છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો....