Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma On Retirement: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ દરમિયાન રોહિત શર્માએ નિવૃત્તિ અંગે મૌન તોડ્યું હતું. તેણે ખૂબ જ આશ્ચર્યજનક જવાબ આપ્યો.
Rohit Sharma Break Silence On Retirement: સિડની ટેસ્ટના બીજા દિવસે રોહિત શર્માએ નિવૃત્તિ પર મૌન તોડ્યું. ખરાબ ફોર્મ સાથે ઝઝૂમી રહેલા રોહિતને સિડનીમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, જે બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે હવે હિટમેન નિવૃત્તિના આરે છે અને તે આ શ્રેણી બાદ ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહીદેશે. જોકે હવે રોહિતે નિવૃત્તિ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
સિડની ટેસ્ટ વચ્ચે વાત કરતી વખતે, રોહિતે તેના તરફથી સ્પષ્ટ કર્યું છે કે તેની નિવૃત્તિની કોઈ યોજના નથી. તે અત્યારે નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો નથી. એટલે કે હિટમેને સ્પષ્ટ કર્યું છે કે તે નિવૃત્તિ નહીં લે. આ સિવાય રોહિતે પોતાના કમબેકની આશા પણ વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે તે ફોર્મમાં પાછો આવશે.
રોહિતે સિડની ટેસ્ટના બીજા દિવસના પ્રથમ સત્ર બાદ કહ્યું, બહાર લેપટોપ, પેન અને કાગળ લઈને બેઠેલા લોકો નક્કી નહીં કરે કે મારે ક્યારે નિવૃત્તિ લેવી જોઈએ.
Rohit Sharma said "This is not a retirement decision, neither am I stepping away from the game. I am out of this Test because I am out of form. There is no guarantee that the runs won't come after two months or five months. We have seen it too often in cricket - every minute… pic.twitter.com/CL8fwwymyW
— Johns. (@CricCrazyJohns) January 4, 2025
તમને જણાવી દઈએ કે સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ જે પણ રિપોર્ટ સામે આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે પસંદગીકારોએ રોહિતને કહ્યું છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ તે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં બને. જો કે, રોહિતે સાવ વિપરીત નિવેદન આપ્યું છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણી પછી શું થાય છે.
બુમરાહ સિડનીમાં ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે સિડની ટેસ્ટમાં રોહિત શર્માના ડ્રોપ બાદ વાઇસ કેપ્ટન જસપ્રિત બુમરાહને ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી હતી. આ શ્રેણીની બીજી ટેસ્ટ છે જેમાં બુમરાહ ભારતનું નેતૃત્વ કરી રહ્યો છે. પર્થમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં પણ બુમરાહ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. રોહિત શર્મા પ્રથમ મેચમાં ઉપલબ્ધ નહોતો, જેના કારણે બુમરાહને કમાન સોંપવામાં આવી હતી. નોંધનીય છે કે બુમરાહની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી.
આ પણ વાંચો...