શ્રીલંકા સીરીઝ બાદ સન્યાસ લઇ લેશે ટીમ ઇન્ડિયાનો આ દિગ્ગજ અનુભવી ખેલાડી, છેલ્લા દિવસો પર છે કેરિયર
ઉલ્લેખનીય છે કે ઇશાન્ત શર્માને સિલેક્ટર્સે હાલમાં ચાલી રહેલી શ્રીલંકા ટેસ્ટ સીરીઝમાંથી બહાર કરી દીધો હતો અને કહ્યું હતુ કે ઇશાન્તે રણજી મેચો રમવી જોઇએ,
IND vs SL: ટીમ ઇન્ડિયા હાલમાં શ્રીલંકા સામે ઘરેલુ મેદાન પર ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સીરીઝની પ્રથમ ટેસ્ટ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ જીતી ચૂકી છે. જોકે, હવે એકબાજુ ભારતીય ટીમ જીતી રહી છે તે સારા સમાચાર મળી રહ્યાં છે, તો બીજીબાજુ ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે. રિપોર્ટ છે કે શ્રીલંકા સીરીઝ બાદ દિગ્ગજ અને અનુભવી બૉલર ઇશાન્ત શર્મા ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત દેશે.
ઉલ્લેખનીય છે કે ઇશાન્ત શર્માને સિલેક્ટર્સે હાલમાં ચાલી રહેલી શ્રીલંકા ટેસ્ટ સીરીઝમાંથી બહાર કરી દીધો હતો અને કહ્યું હતુ કે ઇશાન્તે રણજી મેચો રમવી જોઇએ, જોકે ઇશાન્ત અત્યારે રણજી પણ નથી રમી રહ્યો છે. ખાસ વાત છે કે, આ પહેલા રમાયેલી સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરીઝમાંથી પણ ઇશાન્ત બહાર બેસ્યો હતો.
આનાથી માની શકાય કે ઇશાન્ત શર્મા સિલેક્ટરોની હવે પહેલી પસંદ નથી રહ્યો, અને હવે ટીમમાં યુવા ફાસ્ટ બૉલરો સારુ પરફોર્મન્સ કરી રહ્યાં છે. ઇશાન્તની જગ્યાએ ટેસ્ટ ટીમમાં હાલમાં શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ સારુ પરફોર્મન્સ કરી રહ્યાં છે. આ કારણે હવે ઇશાન્ત શર્મા લઇ શકે છે.
ઇશાન્ત શર્માની ક્રિકેટ કેરિયરની વાત કરીએ તો, ઇશાન્તે અત્યાર સુધી ભારત તરફથી 80 વનડે મેચ રમી છે, જેમાં તેને 31.00 ની એવરેજથી 115 વિકેટ ઝડપી છે. તો વળી ટેસ્ટ ક્રિકેટમાં ઇશાન્ત શર્માએ સારુ પરફોર્મન્સ કર્યુ છે, તેને 105 ટેસ્ટ મેચ રમી છે અને આ દરમિયાને તેને 32.40ની એવરેજથી 311 વિકેટો પોતાના નામે કરી છે. જોકે, હવે ઇશાન્તની ધાર પહેલા જેવી બૉલિંગમાં નથી જોવા મળી રહી.
આ પણ વાંચો.......
ITA એવોર્ડમાં abp ન્યૂઝનો વાગ્યો ડંકો, સૌથી લોકપ્રિય હિંદી ન્યૂઝ ચેનલનો મળ્યો એવોર્ડ
આર્મીમાં ઓફિસર બનવાની સુવર્ણ તક, આ જગ્યાઓ ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
IPL 2022: MS ધોની ફરી નવા લુકમાં દેખાયો, બન્યો 'પિતા'; IPLનો નવો પ્રોમો રિલીઝ
શેન વોર્નની યાદમાં રડી પડ્યાં રિકી પોંટિંગ, ન રોકી શક્યા આંસુ, ન નીકળ્યા શબ્દો, જુઓ વીડિયો