(Source: ECI/ABP News/ABP Majha)
શેન વોર્નની યાદમાં રડી પડ્યાં રિકી પોંટિંગ, ન રોકી શક્યા આંસુ, ન નીકળ્યા શબ્દો, જુઓ વીડિયો
થાઇલેન્ડના સામુર્ઇમાં શુક્રવારે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું નિધન થઇ ગયું. તેઓ માત્ર 52 વર્ષના હતા.
થાઇલેન્ડના સામુર્ઇમાં શુક્રવારે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું નિધન થઇ ગયું. તેઓ માત્ર 52 વર્ષના હતા.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને દિગ્ગજ સ્પિનર શેન વોર્ન લાંબા સમયથી એકબીજા સાથે ક્રિકેટ રમ્યા છે. બંને ખૂબ સારા મિત્રો પણ હતા. હવે જ્યારે શેન વોર્ને આ દુનિયાને અલવિદા કહી દીધું છે, ત્યારે તેના આ ખાસ મિત્રે તેના આંસુ સાથે તેને શ્રદ્ધાંજલિ આપી છે. ખરેખર, એક શોમાં શેન વોર્નને યાદ કરતાં રિકી પોન્ટિંગની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે એવી રીતે તૂટી પડ્યો કે તેના આંસુ રોકી શક્યા નહીં, મોઢામાંથી શબ્દો પણ નીકળી શક્યા નહીં. આવી સ્થિતિમાં શો દરમિયાન રિકીને થોડી ક્ષણો માટે રોકવું પડ્યું હતું.
શેન વોર્નને યાદ કરતા રિકી પોંટિંગ કહે છે કે, હું એ વિચારીની ઊંઘવા ગયો હતો કે સવારે મારે મારી દીકરીઓને નેટલોબ માટે લઇ જવાની છે પરંતુ જ્યારે જાગ્યો બધું જ બદલી ગયું હતું. અન્યની જેમ હું પણ આ સમાચાર સાંભળીને ચોંકી ગયો. આ ખબર પર વિશ્વાસ કરવામાં મને કલાકોનો સમય લાગ્યો. શેન વોર્ન મારી જિંદગીનો મહત્વનો હિસ્સો હતો. મેં મારી જિંદગીમાં તેનાથી બેસ્ટ બોલર નથી જોયો. તે ક્રિકેટના મહાન ખેલાડીમાંથી એક હતા. તેને સ્પિન બોલિંગને સંપૂર્ણ રીતે બદલી દીધી હતી અને તે નવી ક્રાંતિ લઇને આવ્યાં હતા.
થાઇલેન્ડના સામુર્ઇમાં શુક્રવારે ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ સ્પિનરનું મોત થઇ ગયું. ક્રિકેટ જગત માટે આ આઘતજનક સમાચાર હતા. કારણ કે તે 52 વર્ષની ઉંમરે ખૂબ જ ફિટ હતા. જો કે તેના મોતું કારણ પુરી રીતે સ્પષ્ટ થયું નથી. જો કે પ્રાથમિક તપાસ અને તારણ મુજબ તેના મોતનું કારણ હાર્ટ અટેક માનવામાં આવી રહ્યું છે. જો કે તેના મોતનું કારણ કંઇક બીજું પણ હોઇ શકે છે.
ઉલ્લેખનિય છે કે, શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટના સૌથી સફળ બોલર હતા. તેમણે 15 વર્ષની કરિયરમાં કુલ 145 ટેસ્ટ મેચ રમ્યાં છે. તેમાં 708 વિકેટ લીધી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં 600 અને 700વિકેટ હાસિલ કરનાર પહેલા ક્રિકેટર હતા.