IND vs NZ 3rd ODI: ઈન્દોરમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, ન્યૂઝીલેન્ડના સૂપડા સાફ, વનેડમાં નંબર વન બન્યું ભારત
ટીમ ઈન્ડિયાએ ઈન્દોર વનડેમાં ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું છે. આ રીતે ભારતીય ટીમે 3 મેચની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું છે.
IND vs NZ, Indore ODI: ટીમ ઈન્ડિયાએ ઈન્દોર વનડેમાં ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું છે. આ રીતે ભારતીય ટીમે 3 મેચની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું છે. આ સાથે જ આ જીત બાદ ટીમ ઈન્ડિયા ICC ODI રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગઈ છે.
જો કે આ મેચમાં ન્યૂઝીલેન્ડને 386 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ કિવી ટીમ 41.2 ઓવરમાં માત્ર 295 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ માટે ડ્વેન કોનવેએ શાનદાર સદી ફટકારી હતી, પરંતુ ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. ડ્વેન કોનવેએ 100 બોલમાં 138 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.
Another comprehensive performance from #TeamIndia as they outclass New Zealand by 90 runs in Indore to complete a 3-0 whitewash. 🙌🏽
— BCCI (@BCCI) January 24, 2023
Scorecard ▶️ https://t.co/ojTz5RqWZf…#INDvNZ | @mastercardindia pic.twitter.com/7IQZ3J2xfI
ડ્વેન કોનવેની સદી વ્યર્થ ગઈ
ન્યૂઝીલેન્ડ માટે ઓપનર ડ્વેન કોનવેએ શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમની હાર ટાળી શક્યો નહોતો. જોકે તેને બાકીના બેટ્સમેનોનો સાથ મળ્યો ન હતો. ડ્વેન કોનવે સિવાય હેનરી નિકોલ્સે 40 બોલમાં 42 રન બનાવ્યા હતા જ્યારે મિચેલ સેન્ટનરે 34 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુર સૌથી સફળ બોલર રહ્યા હતા. કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે 3-3 વિકેટ લીધી હતી.
ભારતીય ટીમ વન-ડે રેન્કિંગમાં બની નંબર-1
ભારતીય ટીમ હવે વન-ડે રેન્કિંગમાં નંબર-1 બની ગઈ છે, તે પહેલાથી જ ટી-20 રેન્કિંગમાં નંબર-1 પર હતી. ટીમ ઈન્ડિયાનો હવે રેન્કિંગમાં દબદબો જોવા મળી રહ્યો છે અને ભારતીય ટીમ કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં આગળ વધી રહી છે અને તેની નજર સીધી વન ડે વર્લ્ડ કપ 2023 પર છે.
ન્યૂઝીલેન્ડ પહેલા ભારતીય ટીમે શ્રીલંકા સામે ત્રણ વનડે ઘરઆંગણે શ્રેણી રમી હતી. તે શ્રેણીમાં પણ ટીમ ઈન્ડિયાએ મહેમાન ટીમને 3-0થી હરાવ્યું હતું. ભારતીય ટીમે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 6 વનડે રમી છે, જેમાં ટીમે તમામમાં જીત મેળવી છે. ભારતીય ટીમને 114 રેટિંગ પોઈન્ટ મળ્યા છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડને 111 રેટિંગ પોઈન્ટ્સ મળ્યા છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા 112 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર આવી ગયું છે. આ સાથે જ ઈંગ્લેન્ડ 113 રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)