શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટીમ ઈન્ડિયાના હીરો અક્ષરના પિતાને થયેલો ગંભીર અકસ્માત, અક્ષર કઈ રીતે પિતાને લઈ આવ્યો હતો મોતના મોંમાંથી બહાર ?
અક્ષર પટેલને વર્ષ 2014માં વનડે ડેબ્યુ કર્યાના 7 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરવાની તક મળી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટના બીજા જ દિવસે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવી દીધું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલે 11 વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો છે.
અક્ષર ભારત માટે ડે-નાઈટ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. આ સાથે જ પિંક બોલથી ડે-નાઈટ ટેસ્ટમાં સૌથી વધુ 11 વિકેટ લેનારો ખેલાડી અક્ષર પટેલ બન્યો છે. મોટેરામા રમાઈ રહેલી ડે-નાઈટ ટેસ્ટમાં અક્ષર પટેલે 38 રન આપીને છ વિકેટ ઝડપી હતી.
અક્ષર પટેલે 70 રન આપી 11 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 6 મેઈડન ઓવર નાખી હતી. અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અક્ષર પટેલને વર્ષ 2014માં વનડે ડેબ્યુ કર્યાના 7 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરવાની તક મળી હતી.
ગુજરાતના નડિયાદના રહેવાસી અક્ષર પટેલના જીવનમાં એક એવો સમય પણ આવ્યો હતો કે તેના પિતા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થતાં તે પૂરી રીતે તૂટી ગયો હતો. પરંતુ તેણે પોતાના ઇરાદાને તૂટવા ન દીધા અને ભારતીય ટીમમાં શાનદાર રીતે કમબેક કર્યું હતું.
અક્ષર પટેલના પિતાનો અકસ્માત થતાં તેને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. તેની ઇજા એટલી ગંભીર હતી કે તેને રીકવર થવામાં ચાર મહિનાનો સમય લાગ્યો હતો. એટલું જ નહીં તેમના કોમામાં જવાની અને યાદશક્તિ ગુમાવી દેવાની શક્યા હતી. પરંતુ અક્ષર પટેલે તમામ મુશ્કેલી સામે લડવા માટે તૈયાર હતો. તે પિતાની સારવાર માટે તેને વિદેશ લઈ જવા માટે પણ તૈયારી કરી લીધી હતી. જોકે આવી ખરાબ સ્થિતિમાં પણ અક્ષર પટેલે આશા ગુમાવી ન હતી.
જ્યારે પિતાનું એક્સીડન્ટ થયું ત્યારે એક મહિના સુધી અક્ષર પટેલની કોઈ મેચ ન હતી. પરંતુ એક મહિના બાદ તે લંડન ક્રિકેટ રમવા ગયો હતો જ્યાંથી તે સતત ઘરે સંપર્કમાં હતો. જોકે બાદમાં તેના પિતા સંપૂર્ણ સ્વસ્થ્ય થઈ ગયા અને હાલમાં તેનો પરિવાર અક્ષર પટેલની આ સફળથાને એન્જોય કરી રહ્યો છે.
અક્ષર પટેલ મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેના એક બહેન છે, જેઓ લગ્ન પછી અમેરિકામાં સેટલ થઈ ગયા છે. માતા હાઉસવાઈફ છે અને પિતા રિટાયર્ડ લાઈફ એન્જોય કરી રહ્યા છે. અક્ષરને મોટાભાગે બધા વ્હાઇટ બોલ પ્લેયર તરીકે જોતા હતા અને રેડ-બોલ માટે તેની રમત માફક નથી, તે રીતે તેની ટીકા થતી રહેતી હતી. જોકે, તેણે મળેલી તકનો ફાયદો ઉઠાવતાં સાબિત કર્યું કે, જરૂર પડ્યે તે મહત્ત્વનું યોગદાન આપી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion