IND vs BAN 1st Test: ભારતની બીજી ઇનિંગ 258/2 રને ડિકલેર, બાંગ્લાદેશ પર 512 રનોની લીડ, ગીલ-પુજારાની સદી
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 404 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી,
IND vs BAN 1st Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યારે પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે, બન્ને દેશો વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરીઝની ચટગાંવમાં પ્રથમ ટેસ્ટ રમાઇ રહી છે, જેમાં ભારતીય ટીમે બાંગ્લાદેશ ઉપર વિશાળ લીડ મેળવી લીધી છે. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ 2 વિકેટના નુકશાને 258 રનોથી ઇનિંગની ડિકલેર જાહેર કરી હતી, આ સાથે જ ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ પર 512 રનોની વિશાળ લીડ પ્રાપ્ત કરી લીધી છે.
મેચની વાત કરીએ તો ભારતીય ટીમની બીજી ઇનિંગ જબરદસ્ત રહી, બીજી ઇનિંગમાં ઓપનર કેએલ રાહુલ માત્ર 23 રન બનાવીને આઉટ થઇ ગયો, જોકે ત્યારબાદ શુભમન ગીલ અને ચેતેશ્વર પુજારાએ ટીમને સંભાળી અને બન્નેએ સદીઓ ફટાકરી દીધી છે.
પહેલા શુભમની ગીલે ફટકારી સદી -
ભારતીય ટીમ બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં મજબૂત સ્થિતમાં પહોંચી ચૂકી છે. ગીલે ટેસ્ટ ક્રિકેટમાં પોતની પહેલી સદી નોંધાવી છે, ગીલે 152 બૉલનો સામનો કરતાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી શાનદાર 110 રનની ઇનિંગ રમી હતી. જોકે, બાદમાં મહેદી હસનની બૉલિંગમાં આઉટ થઇને પેવેલિયન જવુ પડ્યુ હતુ.
🔒 & 🔫 pic.twitter.com/zoXtVoH02Q
— Shubman Gill (@ShubmanGill) December 13, 2022
બાદમાં ચેતેશ્વર પુજારાએ પણ આક્રમક સદી ફટકારી -
શુભમન ગીલ બાદ મીડિલ ઓર્ડર અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ પણ આક્રમક અંદાજમાં સદી ફટકારી દીધી છે. પુજારાએ ટેસ્ટમાં આક્રમક રીતે માત્ર 130 બૉલમાં 102 રનની ઇનિંગ રમી હતી, જેમાં 13 ચોગ્ગા સામેલ છે.
ઓવરઓલ મેચની વાત કરીએ તો....
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 404 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી, જ્યારે બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ 2 વિકેટો ગુમાવીને 258 રને પોતાની ઇનિંગ ડિકલેર કરી દીધી હતી.
જ્યારે બાંગ્લાદેશની ટીમે પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતા માત્ર 150 રનના સ્કૉર પર જ ધરાશાયી થઇ ગઇ હતી, 150 રનમાં ઓલઆઉટ થઇ જતાં ટીમ ઇન્ડિયાને મોટી લીડ મળી ગઇ હતી. હવે બીજી ઇનિંગમાં બાંગ્લાદેશને કુલ 512 રનોની વિશાળ લીડ જીત માટે મળી છે.
A breakthrough year for Shubman Gill in international cricket.
— CricTracker (@Cricketracker) December 16, 2022
📸: Sony LIV pic.twitter.com/Qc62Sgt6Od