શોધખોળ કરો

ICC World Test Championship: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલનું સ્થળ થયુ નક્કી, આ ઐતિહાસિક મેદાનમાં રમાશે

ICC World Test Championship: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

ICC World Test Championship: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આજે જાહેર કરાયા મુજબ વર્ષ 2023ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ ઓવલમાં રમાશે. આ ફાઈનલ મેચ જૂન 2023માં યોજાશે. આ પછી 2025ની ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇલન લોર્ડ્સમાં રમાશે. આ ઐતિહાસિક મેદાન અત્યાર સુધીમાં અનેક મેચ યોજી ચૂક્યું છે.

આઈસીસી દ્વારા કરાઈ જાહેરાતઃ

આજે બુધવારે ICC દ્વારા વર્ષ 2023 અને વર્ષ 2025માં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચના સ્થળની જાહેરાત કરવામાં આવી છે. જ્યાં વર્ષ 2023માં ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ટોચ પર રહેલી બે ટીમો વચ્ચે ટક્કર થશે. ઓવલમાં 2004 અને 2017ની આઈસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ યોજાઈ હતી. આ પછી 2025ની ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇલન લોર્ડ્સમાં રમાશે. આ ઐતિહાસિક મેદાન અત્યાર સુધીમાં અનેક મેચ યોજી ચૂક્યું છે. જેમાં 2019ના આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલનો પણ સમાવેશ થાય છે. 

લોર્ડ્સના મેદાનનું ભારત સાથે પણ એક ખાસ કનેક્શન છે. ભારતે સૌરવ ગાંગુલીની કેપ્ટનશિમાં આ મેદાન પર નેટવેસ્ટ ટ્રોફી જીતી હતી. તે સમયે ગાંગુલીએ શરીર પરથી ટીશર્ટ ઉતારીને બાલ્કનીમાં લહેરાવ્યું હતું. ભારતે 1983નો વર્લ્ડકપ પણ આ મેદાન પર જ જીત્યો હતો.

WTC પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ચોથા સ્થાને:
ઓસ્ટ્રેલિયા WTC પોઈન્ટ ટેબલમાં 70 પોઈન્ટની ટકાવારી સાથે પ્રથમ સ્થાને છે. દક્ષિણ આફ્રિકાની ટકાવારી 60 છે. તે પછી શ્રીલંકા (53.33%), ભારત (52.08%) અને પાકિસ્તાન (51.85%) આવે છે. ઈંગ્લેન્ડની ટીમ 38.6% સાથે સાતમા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝ (50%) અહીં છઠ્ઠા નંબર પર છે. તે જ સમયે, ન્યુઝીલેન્ડ (25.93%) આઠમા સ્થાને છે. અહીં બાંગ્લાદેશ (13.33%) છેલ્લા સ્થાને છે.

આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવે શું કહ્યું

આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે, અમે આવતા વર્ષે ઓવલ ખાતે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલનું આયોજન કરતાં આનંદ અનુભવીએ છીએ. આ મેદાનનો સમૃદ્ધ વારસો અને અદભૂત વાતાવરણ ધરાવે છે, જે કૅલેન્ડર પર આવા મહત્વપૂર્ણ મેચના આયોજન માટે એક આદર્શ સ્થળ ગણાય છે. તેના પગલે અમે 2025ની ફાઇનલને લોર્ડ્સમાં લઈ જઈશું જે અંતિમ ટેસ્ટ માટે યોગ્ય બેકડ્રોપ આપશે."

આ પણ વાંચો........

ICC T20I Rankings: સૂર્યકુમારે બાબર આઝમને પછાડ્યો, હાર્દિક ઓલરાઉન્ડરના લિસ્ટમાં ટોપ-5માં

Top 10 Memes: હાર બાદ ભુવનેશ્વરની જોરદાર મજાક ઉડી, લોકોએ ટ્વીટર પર શેર કર્યા આવા મજેદાર મીમ્સ, જુઓ....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget