ICC T20I Rankings: સૂર્યકુમારે બાબર આઝમને પછાડ્યો, હાર્દિક ઓલરાઉન્ડરના લિસ્ટમાં ટોપ-5માં
ICC T20 Raking: ICCની તાજેતરની T20 બેટ્સમેન રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબરે પહોંચી ગયો છે અને તેણે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી દીધો છે.
ICC T20I Rankings: ઓસ્ટ્રેલિયા સામે પ્રથણ ટી-20માં ભારતનો ભલે પરાજ્ય થયો હોય પરંતુ સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ શાનદાર દેખાવ કર્યો હતો. જેનું બંનેને ઈનામ મળ્યું છે. આઈસીસી ટી20 રેન્કિંગમાં બંનેને શાનદાર ફાયદો થયો છે.
ICCની તાજેતરની T20 બેટ્સમેન રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબરે પહોંચી ગયો છે અને તેણે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી દીધો છે. સૂર્યકુમાર યાદવે બાબરને 9 પોઈન્ટથી પાછળ છોડી દીધો છે. સૂર્યકુમાર યાદવે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે 46 રન બનાવ્યા હતા. પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન નંબર વન પર છે, જેના 825 પોઈન્ટ છે. તેણે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં અડધી સદી ફટકારી હતી.
હાર્દિક પંડ્યાનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ
ઓસ્ટ્રેલિયા સામે 30 બોલમાં 71 રન બનાવનાર હાર્દિક પંડ્યાએ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે. તે T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં બે સ્થાનની છલાંગ લગાવીને 5માં સ્થાને પહોંચી ગયો છે. બેટિંગમાં પણ પંડ્યા 23 સ્થાનની છલાંગ લગાવીને 65માં સ્થાને પહોંચી ગયો છે. હાર્દિકને ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં પણ ફાયદો થયો છે અને તે એક સ્થાન આગળ વધીને 13મા સ્થાને પહોંચી ગયો છે.
ICC T20I Player Rankings: Suryakumar Yadav, Hardik Pandya make advances after good performances against Australia in Mohali
— ANI Digital (@ani_digital) September 21, 2022
Read @ANI Story | https://t.co/EhmKrV9QNu #SuryakumarYadav #HardikPandya #ICCRankings #Cricket pic.twitter.com/ZWQuOe2DIz
ભુવનેશ્વર કુમારને નુકસાન
T20 બોલિંગ રેન્કિંગની વાત કરીએ તો ભુવનેશ્વર કુમારને બે સ્થાનનું નુકસાન થયું છે. હવે તે 673 પોઈન્ટ સાથે 9મા સ્થાને સરકી ગયો છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભુવીએ 4 ઓવરમાં 52 રન આપ્યા હતા. નંબર વન પર ઓસ્ટ્રેલિયાનો બોલર જોશ હેઝલવુડ છે જેણે ભારત સામેની મેચમાં બે વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચોઃ
ICC World Test Championship: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલનું સ્થળ થયુ નક્કી, આ ઐતિહાસિક મેદાનમાં રમાશે