BCCI Polls 2022: જય શાહનું BCCIના સેક્રેટરી બનવાનું નક્કી, ખુદ ઉપાધ્યક્ષે ચૂંટણી અંગે આપી આ માહિતી
BCCI Polls 2022: બીસીસીઆઈએ ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ચૂંટણીની સાથે સાથે વાર્ષિક સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવશે.
BCCI Polls 2022: બીસીસીઆઈએ ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ચૂંટણીની સાથે સાથે વાર્ષિક સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવશે. BCCI પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત તમામ પદો માટે 18 ઓક્ટોબરે ચૂંટણી યોજશે. તમને જણાવી દઈએ કે, સૌરવ ગાંગુલી હાલમાં બીસીસીઆઈના પ્રમુખ છે. જ્યારે જય શાહ સેક્રેટરી પદે છે. આ બંનેનો કાર્યકાળ પૂર્ણ થવાના આરે છે. ત્યારે આ ચૂંટણી પહેલાં મોટું અપડેટ સામે આવ્યું છે.
તમામ ઉમેદવાર બિન હરીફ ચૂંટાશેઃ રાજીવ શુક્લા
બીસીસીઆઈના ઉપાધ્યક્ષ (BCCI VP) રાજીવ શુક્લાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, "મેં બીસીસીઆઈના ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. આ સાથે જ પૂર્વ ક્રિકેટર રોજર બિન્નીએ અધ્યક્ષ પદ માટે, વર્તમાન સેક્રેટરી જય શાહે બીસીસીઆઈના સેક્રેટરી પદ માટે અને ટ્રેઝરના પદ માટે આશિષ શેલારે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. અત્યાર સુધીમાં સ્થિતિ એવી છે કે, આ તમામ પદો પર અત્યાર સુધીમાં આ તમામ પદો પર અન્ય કોઈ વ્યક્તિએ ઉમેદવારી નોધાવી નથી જેથી ફોર્મ ભરનાર તમામ લોકો બિન હરીફ ચૂંટાઈ જશે."
I've filed nomination for the post of Vice President, Roger Binny has filed nomination for the President, Jay Shah has filed for Secretary and Ashish Shelar for Treasurer. As of now, the situation is that all will be appointed unopposed: BCCI VP Rajeev Shukla on BCCI polls pic.twitter.com/98r8uPlIi9
— ANI (@ANI) October 11, 2022
સેક્રેટરી પદે જય શાહ જ રહેશેઃ
આમ, બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પોતાની સાથે-સાથે બીસીસીઆઈના સેક્રેટરી તરીકે જય શાહની બિન હરીફ વરણી થવાના સંકેત આપી દીધા છે. જેથી 18 ઓક્ટોબરે યોજાનારી સામાન્ય સભામાં (AGM) જય શાહની સેક્રેટરી પદે વરણી કરવાની સત્તાવાર જાહેરાત થશે. આ સાથે-સાથે પૂર્વ ક્રિકેટર રોજર બિન્ની વર્તમાન BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીની જગ્યાએ પ્રમુખ પદ સંભાળશે.
આ પણ વાંચો....