શોધખોળ કરો
Advertisement
Ind vs NZ: આજની મેચમાં વિરાટ કરી શકે છે આ બે ફેરફાર, જાણો કોણે મળશે મોકો?
આજની ચોથી મેચ કિવી ટીમ માટે લાજ બચાવવા માટે મહત્વની છે, કેમકે ઘરઆંગણે સળંગ ત્રણ ટી20 હાર્યા બાદ તેમના પર આજે જીતવાનુ દબાણ છે
નવી દિલ્હીઃ પાંચ મેચોની ટી20 સીરીઝમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે 3 મેચ જીતીને સીરીઝ પર કબજો જમાવી ચૂકી છે. આજે સીરીઝની ચોથી ટી20 મેચ વેલિંગ્ટનમાં રમાવવાની છે. હવે રિપોર્ટ છે કે, આજની મેચમાં કોહલી બે ફેરફારો સાથે કિવી ટીમને માત આપવા મેદાને ઉતરી શકે છે.
જ્યારે આજની ચોથી મેચ કિવી ટીમ માટે લાજ બચાવવા માટે મહત્વની છે, કેમકે ઘરઆંગણે સળંગ ત્રણ ટી20 હાર્યા બાદ તેમના પર આજે જીતવાનુ દબાણ છે.
પ્રથમ ત્રણ ટી20માં ટીમ ઇન્ડિયામાં કોઇ ફેરફાર જોવા નથી મળ્યો પણ ચોથી ટી20માં બે ફેરફારો આવી શકે છે. રિપોર્ટ આજની મેચ વેલિંગ્ટનમાં રમાવવાની છે અને પિચ બેટિંગથી વધારે બૉલરો માટે મદદરૂપ સાબિત થઇ શકે છે. જેથી કેપ્ટન કોહલી પ્લેઇંગ ઇલેવનમાં શિવમ દુબેની જગ્યાએ વૉશિંગટન સુંદર અને શાર્દૂલ ઠાકુરની જગ્યાએ નવદીપ સૈનીને ટીમમાં જગ્યા આપી શકે છે.
સંભવિત પ્લેઇંગ ઇલેવન (ભારતીય ટીમ)
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, મનિષ પાંડે, વૉશિંગટન સુંદર, રવિન્દ્ર જાડેજા, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion