Year Ender 2024: રોહિતથી લઇ વિરાટ સુધીના આ 5 ક્રિકેટરો આ વર્ષે બન્યા પિતા
Year Ender 2024: ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર સરફરાઝ ખાનની પત્ની રોમાના ઝહૂરે 21 ઓક્ટોબર, 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો
Year Ender 2024: ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, વર્ષ 2024નું વર્ષ પુરુ થવાને આરે છે, આ વર્ષે 2024માં ક્રિકેટની દુનિયા પર નજર નાંખીએ તો ઘણીબધી યાદગાર ઘટનાઓ ઘટી છે. આ વર્ષે 2024માં ઘણા ક્રિકેટરોના ઘરે નવા મહેમાનોનું આગમન થયું હતું. આ વર્ષે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી બીજી વખત પિતા બન્યા છે. બીજી વખત પિતા બનવાને કારણે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાઈ રહેલી બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો ન હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે 15 નવેમ્બર 2024ના રોજ એક પુત્રને જન્મ આપ્યો હતો.
વિરાટ -અનુષ્કાના ઘરે પણ થયો દીકરાનો જન્મ
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરી 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. જેનું નામ અકાય છે. વિરાટ અને અનુષ્કાએ સોશિયલ મીડિયા દ્વારા પુત્રના જન્મની જાહેરાત કરી હતી. તેમની પુત્રીનું નામ વામિકા છે. જેનો જન્મ 11 જાન્યુઆરી 2021ના રોજ થયો હતો.
ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર સરફરાઝ ખાનની પત્ની રોમાના ઝહૂરે 21 ઓક્ટોબર, 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર પુત્રના જન્મની જાહેરાત કરી હતી. સરફરાઝ ખાને તેના નવજાત બાળકનો પહેલો ફોટો પિતા નૌશાદ ખાન સાથે શેર કર્યો હતો.
શાહીન આફ્રિદી અને ટ્રેવિસ હેડ પણ બન્યા પિતા
પાકિસ્તાની ક્રિકેટર શાહીન આફ્રિદી પણ આ વર્ષે એક પુત્રનો પિતા બન્યો છે. તેની પત્ની અંશા આફ્રિદીએ 24 ઓગસ્ટ 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. તેઓએ પોતાના પુત્રનું નામ અલિયાર આફ્રિદી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયાને જીત તરફ લઈ જવા માટે ભારત સામે એડિલેડ ટેસ્ટમાં સદી ફટકારનારા ટ્રેવિસ હેડની પત્ની જેસિકા ડેવિસે 4 નવેમ્બરે પુત્રને જન્મ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ મેચ દસ વિકેટે જીતી લીધી હતી.
આ પણ વાંચો
Siraj IND vs AUS: એડિલેડ ટેસ્ટમાં DSP સિરાજનો દબદબો, અનેક દિગ્ગજ બોલરોના રેકોર્ડ તોડ્યા