શોધખોળ કરો

એબી ડિવિલિયર્સ IPLમાંથી કમાયો 100 કરોડ, બીજા કયા કયા વિદેશી ખેલાડીઓ છે 100 કરોડની નજીક, જુઓ લિસ્ટ.....

એમએસ ધોની, વિરાટ કોહલી, સુરેશ રૈના અને રોહિત શર્મા જેવા દિગ્ગજો સાથે હવે તે 100 કરોડની કમાણી કરનારો ખેલાડી બની ગયો છે. એટલુ જ નહીં એબીડી આઇપીએલમાં 100 કરોડની કરનારો પહેલો વિદેશી ખેલાડી પણ બની ગયો છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રૂપિયાનો વરસાદ થઇ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાનો તોફાની બેટ્સમેન એબી ડિવિલિયર્સે આઇપીએલમાં વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરતાં, હવે તે 100 કરોડના ક્લબમાં સામેલ થયો છે. એમએસ ધોની, વિરાટ કોહલી, સુરેશ રૈના અને રોહિત શર્મા જેવા દિગ્ગજો સાથે હવે તે 100 કરોડની કમાણી કરનારો ખેલાડી બની ગયો છે. એટલુ જ નહીં એબીડી આઇપીએલમાં 100 કરોડની કરનારો પહેલો વિદેશી ખેલાડી પણ બની ગયો છે. ખાસ વાત છે કે, એબી ડિવિલિયર્સને આરસીબીએ આ વર્ષે પણ રિટેન કર્યો છે. ડિવિલિયર્સને હાલમાં એક સીઝન માટે 11 કરોડની રકમ મળે છે. અત્યાર સુધી તેણે આ મોંઘી ક્રિકેટ લીગમાંથી 102.5 કરોડની કમાણી કરી લીધી છે. ડિવિલિયર્સને વર્તમાન સમયમાં ટી-20 ક્રિકેટનો સૌથી શાનદાર ક્રિકેટર માનવામાં આવે છે. આઈપીએલ 2020માં તેણે 454 રન બનાવ્યા હતા. તે દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 158.74 હતી. એબી ડિવિલિયર્સની આઇપીએલ કેરિયરની વાત કરીએ તો તેને સૌથી પહેલા દિલ્હી ડેરડેવિલ્સની ટીમમાંથી 2008માં શરૂઆત કરી હતી, બાદમાં 2011માં રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરની ટીમમાંથી સામેલ થયો હતો. જોકે હજુ સુધી તે આરસીબી સાથે જ રમી રહ્યો છે. આ ખેલાડીઓ આઇપીએલમાં 100 કરોડની નજીક છે..... સુનિલ નારેન વેસ્ટ ઇન્ડિઝનો સ્ટાર ઓલરાઉન્ડર સુનિલ નારેન પણ આઇપીએલમાં બહુ જલ્દી વિદેશી ખેલાડી તરીકે 100 કરોડની કમાણી પુરી કરી શકે છે. સુનિલ નારેન આઇપીએલમાં કોલકત્તા નાઇટરાઇડર્સ તરફથી રમી રહ્યો છે, અને તેની કુલ કમાણી અત્યારે 83 કરોડ સુધી પહોંચી ચૂકી છે. શેન વૉટસન વિદેશની ખેલાડીની કમાણીના લિસ્ટમાં પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વૉટસનનું નામ પણ સામેલ છે. ચેન્નાઇ સુપર કિંગ્સમાં સામેલ શેવ વૉટસને ગત વર્ષે જ સન્યાસ લઇ લીધો છે. શેન વૉટસન આઇપીએલમાં 77 કરોડ રૂપિયા કમાઇ ચૂક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget