શોધખોળ કરો

OMG: બૉલરે એક જ બૉલમાં આપી દીધા 18 રન, બની ગયો ક્રિકેટ ઇતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ, જુઓ વીડિયો

TNPL 2023ની બીજી જ મેચમાં એક એવો રેકોર્ડ સર્જાયો જે દાયકાઓ સુધી યાદ રહેશે. છેલ્લા બૉલમાં સૌથી વધુ રન આપવાનો આ રેકોર્ડ છે

TNPL T20: આજકાલ ક્રિકેટની રમતમાં કેટલાય એવા રેકોર્ડ જોવા મળી રહ્યાં છે, જેને આપણે એક સમયે તો માનવા પણ તૈયાર નથી હોતા પરંતુ આવું ઘણીવાર ક્રિકેટના મેદાન પર થયુ હોય છે. આપણે ટી20 ક્રિકેટમાં એક ઓવરમાં 36 રન બનતા જોયા છે, એટલે કે ઓવરના તમામ છ બૉલ પર સિક્સર પણ ફટકારવામાં આવી હોય એવું આપણે જોયુ છે. પરંતુ તમિલનાડુ પ્રીમિયર લીગમાં કંઈક એવું બન્યું જે આજ સુધી બન્યું નથી. 

ખરેખરમાં, TNPL 2023ની બીજી જ મેચમાં એક એવો રેકોર્ડ સર્જાયો જે દાયકાઓ સુધી યાદ રહેશે. છેલ્લા બૉલમાં સૌથી વધુ રન આપવાનો આ રેકોર્ડ છે. હા, સાલેમ સ્પાર્ટન્સ અને ચેપૉક સુપર ગીલીઝ વચ્ચે રમાયેલી મેચમાં સ્પાર્ટનના કેપ્ટન અભિષેક તંવરે 20મી ઓવરના છેલ્લા બૉલ પર 18 રન આપ્યા હતા. આ સાથે આ ક્રિકેટ ઈતિહાસનો બીજો સૌથી મોંઘો છેલ્લો બૉલ પણ બની ગયો છે. 

અભિષેકે 20મી ઓવરની શરૂઆત ખૂબ જ સરળ રીતે કરી હતી પરંતુ છેલ્લા બૉલ પર બધું જ વ્યર્થ ગયું. તેને પ્રથમ 5 બૉલમાં માત્ર 8 રન જ આપ્યા હતા. છઠ્ઠા બૉલ પર તેની સામે સંજય યાદવ સ્ટ્રાઈક પર હતો. અભિષેકે સંજયને શાનદાર યૉર્કર ફેંક્યુ જેના કારણે તે ક્લીન બૉલ્ડ થયો હતો, પરંતુ ખરી રમત ત્યાર બાદ શરૂ થઈ. ખરેખરમાં જે બૉલ પર અભિષેકે સંજયને ક્લીન બૉલ્ડ કર્યો તે નૉ બૉલ રહ્યો હતો, આ પછી એવું છે કે બેટ્સમેને ગણીગણીને બૉલર સામે બદલો લીધો. 

નૉ બૉલ પછી અભિષેકે સંજયને ફ્રી હિટ માટે બૉલ્ડ કર્યો હતો, પરંતુ ફ્રી હિટ પણ નૉ બૉલ બની ગયો હતો, પરંતુ આ વખતે સંજય તરફથી કોઈ ભૂલ થઈ નથી. તેને ફ્રી હિટ પર જોરદાર ફૉર ફટકારી. તે નૉ બૉલ હતો. કોઈપણ લીગલ બૉલ વિના 8 રન બનાવી લીધા હતા. આ પછી અભિષેકે ફરીથી બૉલ ફેંક્યો જે નૉ બૉલ પણ ફેંક્યો પરંતુ આ બૉલ પર સંજયે 2 રન લીધા અને ફરીથી સંજય યાદવ સ્ટ્રાઈક પર આવ્યો.

ફરી એકવાર સંજયને ફ્રી હિટ રમવાની તક મળી પરંતુ આ વખતે અભિષેકે વાઈડ બૉલ ફેંક્યો, આવામાં ફ્રી હિટ હજુ બાકી રહી હતી. કોઈક રીતે અભિષેક તેનો છેલ્લો લીગલ બૉલ ફેંકવામાં સફળ રહ્યો પરંતુ સંજયે તેને સિક્સર ફટકારી. આ રીતે સંજય યાદવે છેલ્લા બૉલ પર કુલ 18 રન ઝૂડી નાંખ્યા. 

અભિષેક તંવરે ચોક્કસપણે છેલ્લા બૉલ પર 18 રન આપ્યા પરંતુ તે સૌથી મોંઘો બૉલ ફેંકવાના રેકોર્ડથી બચી ગયો. ખરેખરમાં, આ રેકોર્ડ ક્લિન્ટ મેકકૉયના નામે છે, તેને 2012માં BBLમાં હૉબાર્ટ હરિકેન્સ અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચે રમાયેલી મેચમાં એક બૉલમાં 20 રન આપ્યા હતા. 

--

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Cyber Crime: વ્હોટ્સએપ હેક કરી છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ, મધ્યપ્રદેશથી 1આરોપીની ધરપકડJamnagar News : જામનગરમાં KYC અપડેટ માટે લોકોને ભારે હાલાકી, જુઓ અહેવાલBhavnagar News: રખડતા ઢોરના આતંકનો અંત કેમ નથી આવતો તે મુદ્દે ઢોર નિયંત્રણ અધિકારીએ સ્ફોટક ખુલાસોBotad News: બોટાદમાં બિલ્ડરના ઘર પર પથ્થરમારો, 2 શખ્સ સામે નામજોગ ફરિયાદ નોંધાવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Embed widget