ODI: આજે શુભમન ગીલ માટે મોટી તક, આ રીતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વિરાટ-ધવન કરતાં પણ બનાવી શકે છે મોટો રેકોર્ડ, જાણો
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેન હાલના સમયમાં શાનદાર ફોર્મમાં છે.તાજેતરમાં જ શ્રીલંકા વિરુદ્ધ તિરુવનંતપુરમ વનડેમાં તેને 116 રનોની શતકીય ઇનિંગ રમી હતી,
Shubman Gill Eyes On Virat Kohli-Shikhar Dhawan Record: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે વનડે સીરીઝની પ્રથમ વનડે મેચ રમાઇ રહી છે, બન્ને ટીમો બુધવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં આમને સામને દેખાશે. આજે ટીમ ઇન્ડિયાના સ્ટાર યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગીલ માટે એક ખાસ તક છે, શુભમન ગીલ વનડે સીરીઝમાં ભારત માટે વનડે સીરીઝમાં એક નવો રેકોર્ડ સર્જી શકે છે. જો તે આજે 106 બનાવી લે છે, તો તે વિરાટ કોહલી અને શિખર ધવનનો ખાસ રેકોર્ડ તોડી દેશે.
શું છે વિરાટ - શિખરનો રેકોર્ડ ?
વિરાટ કોહલી અને શિખર ધવનના નામે ભારત તરફથી વનડેમાં સૌથી ફાસ્ટ 1000 રન બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે. આ બન્ને ક્રિકેટરોએ સંયુક્ત રીતે વનડેની 24-24 ઇનિંગોમાં ભારત માટે સૌથી ફાસ્ટ એક હજાર રન બનાવ્યા છે. વળી, શુભમન ગીલ વનડેની 18 ઇનિંગમાં અત્યાર સુધી 894 રન બનાવી ચૂક્યો છે. જો તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સીરીઝણાં કુલ 106 રન બનાવે છે , તો શુભમન ગીલ ભારત તરફથી સૌથી ફાસ્ટ એક હજાર રન બનાવનારો પહેલો બેટ્સમેન બની જશે. આ મામલા્માં તે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને શિખર ધવનને પાછળ પાડી દેશે.
શાનદાર ફોર્મમાં છે શુભમન ગીલ -
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેન હાલના સમયમાં શાનદાર ફોર્મમાં છે.તાજેતરમાં જ શ્રીલંકા વિરુદ્ધ તિરુવનંતપુરમ વનડેમાં તેને 116 રનોની શતકીય ઇનિંગ રમી હતી, છેલ્લા થોડાક સમયથી તે વનડે ક્રિકેટમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે.
તેની હાલની રમાયેલી વનડે મેચો પર પર નજર કરીએ તો તેને 45 (અણનમ), 13, 70, 21, અને 116 રન બનાવ્યા છે. આ રીતે તેને છેલ્લી પાંચ વનડેમાં કુલ 265 રન બનાવ્યા છે. જો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સીરીઝમાં તેનુ ફૉર્મ યથાવત રહેશે તો તે આરામથી વિરાટ અને ધવનના રેકોર્ડને તોડીને એક નવો કીર્તિમાન રચી શકે છે.
That’s called intense kissing in cricket.
— Rampy (@CricTweexRampy) January 18, 2023
The sound 🏏 🔊 #RohitSharma #INDvsNZ #OrangeArmy pic.twitter.com/41BtRkARtB
ODI Batting Average Of Indian Player as per Batting Position:-
— Ꮶʀɪꜱʜ⁰⁰⁷ (@king_krish007) January 18, 2023
[Average]
Rohit Sharma in Opening : [56.13]
Subman Gill in Opening : [65]
Virat at 3 : [61.46]
Shreyash Iyer at 4 : [47.35]
KL Rahul at 5 : [50.62]
No.1 batting order according to me ❤️#ViratKohli • #INDvsNZ • pic.twitter.com/JoLh1YKdOu
#INDvsNZ
— ek villain (@ekvillain382491) January 18, 2023
RO-HITMAN 🔥💪🔥 pic.twitter.com/bAlX9jtkkg