'મેરા પીછા છોડ દો બહેન', ઋષભ પંતનો ઉર્વશી રૌતેલાને જવાબ? ઉર્વશીએ ઈંટરવ્યુંમાં મિસ્ટર RPનું નામ લીધું હતું....
ક્રિકેટ અને બોલિવૂડ, બંને વચ્ચે હંમેશા ખાસ સંબંધ રહ્યો છે. ઘણીવાર ક્રિકેટરો અને બોલિવૂડ સાથે જોડાયેલા લોકો એકબીજા સાથે જોડાયેલા હોય છે.
Rishabh Pant On Urvashi Rautela: ક્રિકેટ અને બોલિવૂડ, બંને વચ્ચે હંમેશા ખાસ સંબંધ રહ્યો છે. ઘણીવાર ક્રિકેટરો અને બોલિવૂડ સાથે જોડાયેલા લોકો એકબીજા સાથે જોડાયેલા હોય છે. મહત્વનું છે કે, ક્રિકેટ અને બોલીવુડની ઘણી હિટ જોડીઓ પણ જોવા મળી છે. આ હિટ જોડીઓમાં વિરાટ કોહલી-અનુષ્કા શર્મા, ઝહીર ખાન-સાગરિકા ઘાટકે, યુવરાજ સિંહ-હેઝલ કીચ જેવા કપલનું નામ આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત અવારનવાર સમાચારોમાં રહે છે. જો કે, બંનેએ અત્યાર સુધી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી, પરંતુ તેમના નામ ફરી એકવાર સમાચારોમાં ચમકી રહ્યા છે.
'મિસ્ટર RP' વારાણસીમાં મને મળવા આવ્યા...
બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો તાજેતરનો એક ઈન્ટરવ્યુ ઘણો વાયરલ થઈ રહ્યો છે, કારણ કે આ ઈન્ટરવ્યુમાં તેણે કંઈક એવું કહ્યું જેને ચાહકો ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત સાથે જોડી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસે પોતાના ઈન્ટરવ્યુમાં 'મિસ્ટર આરપી' શબ્દનો ઉલ્લેખ કર્યો હતો, હવે ફેન્સ તેને ઋષભ પંતના એંગલથી જોઈ રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ એક સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, તેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉર્વશી રૌતેલાના ટ્વીટનો જવાબ ઋષભ પંતે આપ્યો છે. ઉર્વશી રૌતેલાએ કહ્યું કે જ્યારે તે વારાણસીના શૂટિંગ માટે ગઈ ત્યારે 'મિસ્ટર આરપી' તેને મળવા વારાણસીમાં આવ્યા. તે લોબીમાં મારી રાહ જોઈ રહ્યો હતો, પરંતુ હું સૂઈ ગઈ અને તેને મળી શકી નહીં, પછી મેં જોયું કે મારા ફોનમાં 17 મિસકૉલ હતા. જે બાદ મેં કહ્યું કે તમે મુંબઈ આવો પછી ચોક્કસ મળીશું. અમે મુંબઈ આવ્યા પછી પણ મળ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મીડિયામાં ઘણી વાતો આવી ગઈ હતી.
'મેરા પીછા છોડ દો બહેન, જૂઠકી ભી કોઈ સીમા હોતી હૈ'
ચાહકોનું કહેવું છે કે ઋષભ પંતે એક સ્ટોરી મૂકી હતી, જેમાં બધી વાતો કહેવામાં આવી હતી, પરંતુ હવે તે સ્ટોરી હટાવી દેવામાં આવી છે. ચાહકોના જણાવ્યા મુજબ, ઋષભ પંતે તેની સ્ટોરીમાં લખ્યું છે કે માત્ર મજા માટે, કેટલાક લોકો ઇન્ટરવ્યુમાં જૂઠું બોલે છે, જેથી તેઓ સમાચારમાં રહી શકે. તેણે આગળ લખ્યું કે, લોકો પ્રસિદ્ધિના કેટલા ભૂખ્યા છે તે જોઈને દુઃખ થાય છે. ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે આગળ લખ્યું કે, 'મેરા પીછા છોડ દો બહેન, જૂઠકી ભી કોઈ સીમા હોતી હૈ'.