વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ, 32 બોલમાં ફટકારી સદી, મેદાનમાં થયો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
વૈભવ સૂર્યવંશીએ IPL 2025 થી પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હતું. હવે, તેણે રાઇઝિંગ મેન્સ સ્ટાર્સ એશિયા કપમાં UAE સામે ધમાકેદાર સદી ફટકારી. વૈભવ ઘરેલુ ક્રિકેટમાં બિહારનું પ્રતિનિધિત્વ કરે છે.

Rising Stars Asia Cup: ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 માં ઇન્ડિયા A એ પોતાની પહેલી મેચ યુનાઇટેડ આરબ અમીરાત (UAE) સામે રમી હતી. શુક્રવાર, 14 નવેમ્બરના રોજ દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ ગ્રુપ B મેચમાં ઇન્ડિયા A એ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
WHAT. A. KNOCK 🤯
— BCCI (@BCCI) November 14, 2025
Vaibhav Suryavanshi lights up India A's #RisingStarsAsiaCup opener with a magnificent 32-ball HUNDRED 👏🙌
Updates ▶️ https://t.co/c6VL60RuFV pic.twitter.com/iT0mvtOljo
ભારતીય ટીમે કેપ્ટન જીતેશ શર્માના નિર્ણયને સંપૂર્ણપણે યોગ્ય ઠેરવ્યો. વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ બોલર્સ પર પ્રહાર કરવાનું શરુ કર્યું. 14 વર્ષીય ખેલાડીએ 32 બોલમાં 10 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી. પોતાની ઇનિંગ દરમિયાન વૈભવે માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. કુલ મળીને, વૈભવે 42 બોલનો સામનો કર્યો અને 144 રન બનાવ્યા, જેમાં 15 છગ્ગા અને 11 ચોગ્ગાનો સમાવેશ થાય છે. વૈભવ સૂર્યવંશી અને નમન ધીરે બીજી વિકેટ માટે 56 બોલમાં 163 રન ઉમેર્યા. નમનએ 22 બોલમાં 34 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.
🚨 Toss 🚨
— BCCI (@BCCI) November 14, 2025
India A have won the toss and elected to bat first against the UAE. 👍
Updates ▶️ https://t.co/c6VL60S2vt#RisingStarsAsiaCup pic.twitter.com/9zDjlNPGpd
સૂર્યવંશી આ વર્ષે IPLમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ક્રિકેટર બન્યો હતો. 14 વર્ષ અને 32 દિવસની ઉંમરે, તેણે માત્ર 35 બોલમાં IPL સદી ફટકારી. આ ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી પણ હતી.
ભારત માટે સૌથી ઝડપી T20 સદી
ભારત માટે સૌથી ઝડપી T20 સદીનો રેકોર્ડ અભિષેક શર્મા અને ઉર્વિલ પટેલના નામે છે. બંનેએ 28 બોલમાં સદી ફટકારી હતી.
ઈન્ડિયા A ની પ્લેઈંગ ઈલેવન: પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, નેહલ વાઢેરા, નમન ધીર, જીતેશ શર્મા (વિકેટકીપર/કેપ્ટન), રમનદીપ સિંહ, આશુતોષ શર્મા, હર્ષ દુબે, યશ ઠાકુર, ગુર્જપનીત સિંહ અને સુયશ શર્મા.
VAIBHAV SURYAVANSHI HAMMERED 144 (42) FOR INDIA A. 🤯pic.twitter.com/Ou2islDX4m
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 14, 2025
યુએઈ પ્લેઈંગ ઈલેવન: અલીશાન શરાફુ (કેપ્ટન), સૈયદ હૈદર (વિકેટકીપર), સોહેબ ખાન, મયંક રાજેશ કુમાર, હર્ષિત કૌશિક, અયાન અફઝલ ખાન, અહેમદ તારિક, મુહમ્મદ અરફાન, મુહમ્મદ ફરાઝુદ્દીન, મુહમ્મદ રોહીદ ખાન, મુહમ્મદ જવાદુલ્લાહ.




















