Video: એશિઝમાં ચાલુ મેચે ધમાલ, પ્રદર્શનકારીઓએ 'ક્રિકેટનું મક્કા' માથે લીધું
જસ્ટ સ્ટોપ ઓઈલ જૂથના અનેક પ્રદર્શનકારીઓ બીજી ઓવરની શરૂઆત પહેલા મેદાનમાં ધસી આવ્યા હતા.
Ashes 2023 2nd Test: : દુનિયાની સૌથી હાઈપ્રોફાઈલ ક્રિકેટ શ્રેણીમાંની એક એવી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સિરીઝની બીજી મેચ શરૂ થઈ ગઈ છે. આ મેચ ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ મેચની શરૂઆત સાથે જ લોર્ડ્સના મેદાન પર ડ્રામા શરૂ થઈ ગયો હતો. જસ્ટ સ્ટોપ ઓઈલ જૂથના અનેક પ્રદર્શનકારીઓ બીજી ઓવરની શરૂઆત પહેલા મેદાનમાં ધસી આવ્યા હતા.
બેયરસ્ટોએ દાખવી હિંમત
આ પ્રદર્શનકારીઓ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટા પ્રમાણમાં ધસી આવ્યા હતાં. પરંતુ તમામ ખેલાડીઓ તેમનાથી દૂરી બનાવતા રહે છે. સુરક્ષાકર્મીઓ તેમને પકડીને મેદાનની બહાર લઈ જાય છે. પરંતુ આ વખતે કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો. ઇંગ્લેન્ડનો વિકેટકીપર જોની બેરસ્ટો એક પ્રદર્શનકારને ઉંચકી લે છે. તેણે તેને સીધો જ ઉંચકીને મેદાનની બહાર લઈ જાય છે.
Good start to the 2nd test.
— Ashwin 🇮🇳 (@ashwinravi99) June 28, 2023
Bairstow has done some heavy lifting already😂😂 #Ashes2023 pic.twitter.com/f0JcZnCvEr
પ્રદર્શનકારીના હાથમાં કેસરી રંગનો પાવડર પણ હતો. આ રંગ તેને બેયરસ્ટો પર ફેંક્યો હતો જેના કારણે તેના કપડા પણ ખરાબ થઈ ગયા. તેને બદલવા માટે તે ડ્રેસિંગ રૂમમાં પાછો જવાનો વારો આવ્યો હતો. જેના કારણે લાંબા સમય સુધી મેચ રોકી રાખવાની ફરજ પડી હતી. જ્યારે કેટલાકને સુરક્ષા જવાનોએ મેદાનમાંથી બહાર કાઢ્યા હતા. આ દરમિયાન ડેવિડ વોર્નર અને ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ પણ દેખાવકારોને પીચ પર જતા અટકાવતા જોવા મળ્યા હતા.
Jonny Bairstow just picked up a pitch invader and escorted him off the field #Ashes pic.twitter.com/BKEq95DYib
— Josh Schönafinger (@joshschon) June 28, 2023
જસ્ટ સ્ટોપ ઓઈલ ગ્રુપ શું છે?
જસ્ટ સ્ટોપ ઓઇલ એ યુકેમાં પર્યાવરણીય કાર્યકર્તા જૂથ છે. તેનો ધ્યેય બ્રિટિશ સરકારને નવા ઓઈલ લાઇસન્સ જારી કરવાથી અટકાવવાનો છે. આ જૂથની સ્થાપના ફેબ્રુઆરી 2022માં કરવામાં આવી હતી. તેણે એપ્રિલ 2022માં અંગ્રેજી ઓઇલ ટર્મિનલ્સ પર વિરોધ શરૂ કર્યો હતો. તેઓ જે રીતે વિરોધ કરે છે તેના માટે જૂથની ટીકા કરવામાં આવી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ દરમિયાન પણ આ ગ્રૂપના કાર્યકર્તાઓ મેદાનમાં ધસી આવે તેવી શક્યતા હતી. જો કે તે સમયે આવું કંઈ બન્યું ન હતું. પણ આ વખતે એશિસમાં તેને મોકો મળી ગયો હતો અને આ આખો ડ્રામા સર્જાયો હતો.