શોધખોળ કરો

Gujarat: રાજ્યના રૉડ-રસ્તાં પહોળા કરવા ભૂપેન્દ્ર પટેલ સરકારે ફાળવ્યા 467.50 કરોડ, ગુજરાત બનશે સુવિધાયુક્ત અને સલામત

Gandhinagar News: ભૂપેન્દ્ર પટેલે આ અગાઉ સાંકડા પુલો-સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 20 રસ્તાઓના કામો માટે 245.30 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે

Gandhinagar News: ગુજરાતને વધુ વેગવન્તુ બનાવવા માટે સરકારે વધુ એક મોટો પ્રયાસ કર્યો છે, સરકારે કેટલાક કામોને મોટા પાયે મંજૂરી આપી છે. રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે રૉડ રસ્તાં પહોળા કરવા અને અન્ય સુવિધાઓને વધારવા માટે જુદીજુદી કેટગરીમાં કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. જેમાં સૌથી વધુ રૉડ અને રસ્તાને પહોળા કરવા માટે 400 કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રૉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તરોત્તર સંગીન બનાવીને લોકોને અને ઉદ્યોગ વ્યાપારને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો સુચારુ અભિગમ અપનાવ્યો છે. તેમણે આ સંદર્ભમાં રાજ્યમાં ફૉરલેન માર્ગોની સાપેક્ષમાં જે હયાત પુલો અને સ્ટ્રકચર્સ સાંકડા છે તેને પહોળા કરવાના 11 કામો માટે 467.50 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. નાગરિકોને વાહનવ્યવહાર માટે સરળ અને સલામત માર્ગો મળે તથા પરિવહન ઝડપી બનાવી શકાય તેવો હેતુ મુખ્યમંત્રીએ આ માર્ગો-પુલોના સ્ટ્રેન્ધનીંગ અને વાઈડનીંગમાં રાખ્યો છે.

ભૂપેન્દ્ર પટેલે આ અગાઉ સાંકડા પુલો-સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 20 રસ્તાઓના કામો માટે 245.30 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે હવે વધુ 11 માર્ગોને પહોળા કરવા 467.50 કરોડ રૂપિયા તેમણે માર્ગ-મકાન વિભાગને ફાળવ્યા છે. આના પરિણામે 11 સ્થળોએ બૉટલનેક પરિસ્થિતિનું નિવારણ આવશે તથા વધુ સુવિધાયુક્ત સલામત રસ્તા લોકોને મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા ૨૯ રસ્તાઓના મજબૂતીકરણ, વિસ્તૃતિકરણ અને કાચા માર્ગોથી પાકા માર્ગો બનાવવા 189.90 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. પાંચ રસ્તાની 7.45 કિ.મી લંબાઈમાં કાચા થી પાકા રસ્તા માટે અંદાજે રૂ. 8.80 કરોડ, 8 માર્ગોની 30.68  કિ.મી. લંબાઈના મજબૂતીકરણ માટે રૂ. 47.30 કરોડ તેમજ 16 માર્ગોની 88.50 કિ.મી. લંબાઈને જરૂરિયાત મુજબ વાઇડનિંગ કરવા આસરે 133.70 કરોડ રૂપિયા ફાળવવા નિર્ણય કર્યો છે.  મુખ્યમંત્રીશ્રીના આ દૂરોગામી નિર્ણયને પરિણામે ક્વૉરી મટીરીયલ્સનું પરિવહન સરળ બનશે તેમજ ગ્રામ્ય નાગરિકોને સલામત માર્ગ સુવિધા મળતી થશે. ભવિષ્યમાં ઓદ્યોગિક અને ખાણ ખનીજ ક્ષેત્રને લગતા ભારે વાહન વ્યવહારને સારી સુવિધા મળતાં લોજિસ્ટિક્સ યાતાયાત ઝડપી અને સરળ બનતા આ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસમાં મોટું બળ મળશે.  સીએમ ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં આવા માર્ગોની જરૂરી સુધારણાના હેતુસર આ નાણાકીય વર્ષમાં 73 કામો માટે 1646.36 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે.

આ પણ વાંચો

ગુજરાતમાં 'મહાખતરા'ની આગાહી, ઠંડી બાદ હવે રાજ્યમાં વરસાદને લઇને થઇ ડરામણી આગાહી, વાંચો શું આવ્યું અપડેટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ
Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ
દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ
Holi 2025: હોળી પર સફેદ કપડાં પહેરવા ફક્ત ફેશન સ્ટેટમેન્ટ છે કે આ પાછળ છૂપાયું છે કોઇ કારણ?
Holi 2025: હોળી પર સફેદ કપડાં પહેરવા ફક્ત ફેશન સ્ટેટમેન્ટ છે કે આ પાછળ છૂપાયું છે કોઇ કારણ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sabarkantha News : અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ પહેલા પટેલ યુવકનું મોત, પત્ની-પુત્ર નિકારગુઆમાં અટવાયાGujarat Summer 2025 : આ વખતે ગરમી મારી નાખશે , 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટSurat Tantrik : વિધિના બહાને ભૂવાએ પરણીતાને નિર્વસ્ત્ર કરી, ખોળામાં બેસાડી ને પછી ગુજાર્યું દુષ્કર્મChhota Udaipur Girl Murder Case : છોટાઉદેપુરમાં બાળકીની બલી મામલે પોલીસનો યુટર્ન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ
Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ
દિલ્લી સરકારનો મોટો નિર્ણય, રાજધાનીમાં કરવામાં આવશે આ મોટા ફેરફાર, થશે આ પોલિસી લાગૂ
Holi 2025: હોળી પર સફેદ કપડાં પહેરવા ફક્ત ફેશન સ્ટેટમેન્ટ છે કે આ પાછળ છૂપાયું છે કોઇ કારણ?
Holi 2025: હોળી પર સફેદ કપડાં પહેરવા ફક્ત ફેશન સ્ટેટમેન્ટ છે કે આ પાછળ છૂપાયું છે કોઇ કારણ?
શનિ દેવ માર્ચ મહિનામાં ક્યારે કરશે રાશિ પરિવર્તન, કઇ રાશિના લોકોના શરૂ થશે ખરાબ દિવસો?
શનિ દેવ માર્ચ મહિનામાં ક્યારે કરશે રાશિ પરિવર્તન, કઇ રાશિના લોકોના શરૂ થશે ખરાબ દિવસો?
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
Embed widget