Video: રોહિત શર્માએ જાહેરમાં પાકિસ્તાનની ઉડાવી મજાક, અમેરિકન પત્રકારે પુછ્યું- તમને કયો પાક બૉલર ખતરનાક લાગે છે.......
રોહિત શર્મા તેના અનોખા જવાબો માટે જાણીતો છે. રોહિતના જવાબોથી લોકોના ચહેરા પર હાસ્ય આવી જાય છે
Rohit Sharma's Funny Answer: આગામી દિવસોમાં બે કટ્ટર હરિફો ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામવાનો છે, બન્ને ફરી એકવાર ક્રિકેટના મેદાન પર રમવા માટે ઉતરશે, પહેલા એશિયા કપમાં અને બાદમાં વનડે વર્લ્ડકપમાં. ભારતીય કેપ્ટન રોહિત શર્મા હાલના દિવસોમાં ક્રિકેટથી દૂર છે. રોહિત વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટેસ્ટ અને વનડે સીરીઝમાં કેપ્ટન તરીકે દેખાયો હતો, પરંતુ તે T20 સીરીઝમાં ભારતનો ભાગ નથી. રોહિત શર્મા આ દિવસોમાં અમેરિકામાં છે, જ્યાં તેને એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો જેમાં તેને વનડે વર્લ્ડકપ 2023 સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમાંથી પાકિસ્તાન ટીમને લઈને એક સવાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
રોહિત શર્મા તેના અનોખા જવાબો માટે જાણીતો છે. રોહિતના જવાબોથી લોકોના ચહેરા પર હાસ્ય આવી જાય છે. આ વખતે પણ એવું જ થયું, જ્યારે તેને પાકિસ્તાન ટીમના સૌથી હાર્ડ અને ઘાતક બૉલર વિશે જવાબ આપ્યો. રોહિતનો જવાબ સાંભળીને ઈવેન્ટમાં હાજર તમામ લોકો હસવા લાગ્યા. રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે, તમારા મતે પાકિસ્તાન ટીમમાં સૌથી અઘરો બૉલર કોણ છે ? રોહિતે પૂછ્યું કઈ ટીમમાં ? પત્રકારે પ્રશ્નનું પુનરાવર્તન કર્યું, "પાકિસ્તાનની ટીમમાં."
ભારતીય કેપ્ટન આનો જવાબ આપતા કહે છે, “સબ અચ્છે બૉલર હૈ યાર. હું કોઈનું નામ નહીં લઉં ભાઈ, નામ લેવાથી બહુ વિવાદ થાય છે ને બાકી... એકનું નામ લેવાય તો બીજાને ગમશે નહીં, બધા સારા ખેલાડી છે. રોહિતનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર લોકો જોર જોરથી હંસવા લાગે છે. ઈવેન્ટમાં હાજર રોહિત શર્માની પત્ની રિતિકા પણ હસવાનું રોકી શકતી નથી.
Coach Sab dar kiun rahe he lelen name😂💯.#RohitSharma pic.twitter.com/l0aH3joSgQ
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) August 7, 2023
2019 વર્લ્ડકપ દરમિયાન પણ રોહિતે આપ્યો હતો દિલચસ્પ જવાબ -
વર્લ્ડકપ 2019માં રોહિત શર્માએ પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં 140 રનની ઇનિંગ રમી હતી. મેચ બાદ પત્રકાર પરિષદમાં પત્રકારે રોહિત શર્માને પૂછ્યું કે શું તે પાકિસ્તાની બેટ્સમેનોને કેટલીક ટિપ્સ આપવા માંગે છે? આના જવાબમાં રોહિત શર્માએ કહ્યું હતું કે જો હું ભવિષ્યમાં તેનો બેટિંગ કોચ બનીશ તો ચોક્કસ ટિપ્સ આપીશ, હવે શું કહેવું. રોહિત શર્માનો આ જવાબ પણ સોશ્યલ પર ખૂબ વાયરલ થયો હતો.