શોધખોળ કરો

IPL 2025: રાજસ્થાન રોયલ્સને મળ્યો નવો બેટિંગ કોચ, રાહુલ દ્રવિડ સાથે મળીને ભારતને બનાવ્યું હતું વર્લ્ડ ચેમ્પિયન

Rajasthan Royals batting coach:: રાજસ્થાન રોયલ્સે IPL 2025 માટે નવા બેટિંગ કોચની પસંદગી કરી છે. રાહુલ દ્રવિડના જૂના પાર્ટનરને મોટી જવાબદારી મળી છે.

Rajasthan Royals Appointed Rajasthan Royals Batting Coach: આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સે થોડા દિવસો પહેલા રાહુલ દ્રવિડને નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. હવે આરઆર ફ્રેન્ચાઇઝીએ વિક્રમ રાઠોડને બેટિંગ કોચ તરીકે સામેલ કર્યા છે. વિક્રમ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટિંગ કોચ રહી ચૂક્યા છે, પરંતુ તેમનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 પછી સમાપ્ત થઈ ગયો. તે હવે રાજસ્થાન રોયલ્સમાં રાહુલ દ્રવિડ સાથે કામ કરતો જોવા મળશે.

તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડ અને વિક્રમ રાઠોડની જોડીએ 2023 ODI ક્રિકેટ વર્લ્ડ કપ અને 2024 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાને જીતાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની જુગલબંધી હવે રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવવાની યાત્રા પર નીકળશે.

રાજસ્થાન રોયલ્સ પરિવારનો ભાગ બનવું એ સન્માનની વાત

બેટિંગ કોચ તરીકે પસંદગી થવા પર પોતાની ખુશી વ્યક્ત કરતા વિક્રમ રાઠોડે કહ્યું, રાજસ્થાન રોયલ્સ પરિવારનો ભાગ બનવું એ સન્માનની વાત છે. રાહુલ દ્રવિડ સાથે ફરીથી કામ કરવું એ એક શોભાગ્યની વાત છે અને હું યુવા ક્રિકેટરોને કોચિંગ આપવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ વખતે હું ટીમના વિકાસમાં યોગદાન આપવા અને રાજસ્થાન અને ભારત માટે ટોચની પ્રતિભા લાવવા માટે પ્રતિબદ્ધ છું જે અમને ચેમ્પિયનશિપ જીતવામાં મદદ કરશે.

ટીમ ઈન્ડિયામાં વિક્રમ રાઠોડનું યોગદાન
વિક્રમ રાઠોડ વર્ષ 2019માં ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં બેટિંગ કોચ તરીકે જોડાયા હતા. 2024માં તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં, તેમણે રિષભ પંત, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલને સફળતા હાંસલ કરવામાં અને નવી ઊંચાઈઓ સર કરવામાં મદદ કરી છે.

તો બીજી તરફ રાજસ્થાન રોયલ્સમાં વિક્રમ રાઠોડની એન્ટ્રી પર રાહુલ દ્રવિડે પણ કહ્યું હતું કે અનુભવ, કૌશલ્ય, ધીરજવાન સ્વભાવ અને ભારતીય ક્રિકેટની સારી સમજણ વિક્રમને રાજસ્થાન રોયલ્સ ટીમ માટે નફાકારક સોદો સાબિત કરે છે. દ્રવિડે પણ વિક્રમ સાથે ફરી કામ કરવા પર ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો:

IND vs BAN 1st Test: આકાશ દીપે બાંગ્લાદેશ સામે તબાહી મચાવી, ચેન્નાઈ ટેસ્ટમાં સતત બે વિકેટ લીધી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Embed widget