IND vs SA: Virat Kohliએ દ. આફ્રિકા સામે 11 રન બનાવતાં જ ટી20 વર્લ્ડ કપમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ
ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરીને રેકોર્ડ બનાવ્યા છે.
Virat Kohli Record India vs South Africa Perth T20 World Cup 2022: ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરીને રેકોર્ડ બનાવ્યા છે. આ મામલે કોહલીના નામે વધુ એક ખાસ રેકોર્ડ નોંધાયો છે. કોહલી T20 વર્લ્ડ કપમાં 1000થી વધુ રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે. જોકે, તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી મેચમાં મહેલા જયવર્દનેનો રેકોર્ડ તોડતાં ચૂકી ગયો હતો. કોહલી 12 રન બનાવીને આઉટ થયો હતો.
કોહલીએ 11 રન બનાવતાં જ T20 વર્લ્ડ કપમાં 1000 રન પૂરા
ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમ માટે કોહલી નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 11 બોલમાં 12 રન બનાવ્યા હતા. કોહલીએ આ ઇનિંગમાં 2 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. મેચ દરમિયાન તેણે એક ખાસ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ 11 રન બનાવતાં જ T20 વર્લ્ડ કપમાં 1000 રન પૂરા કરી લીધા છે. આવું કરનાર તે બીજો ખેલાડી બની ગયો છે. આ પહેલા શ્રીલંકાના પૂર્વ ખેલાડી માહેલા જયવર્દને પણ આ સિદ્ધિ મેળવી ચૂક્યો છે.
ક્રિસ ગેલ ત્રીજા સ્થાનેઃ
ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ જયવર્દનેના નામે છે. તેણે 31 મેચમાં 1016 રન બનાવ્યા છે. આ દરમિયાન જયવર્દનેએ એક સદી અને 6 અડધી સદી ફટકારી છે. કોહલી આ મામલે બીજા સ્થાને છે. તેણે 22 ઇનિંગ્સમાં 1001 રન બનાવ્યા છે. કોહલીએ 12 અડધી સદી ફટકારી છે. આ મામલે ક્રિસ ગેલ ત્રીજા નંબર પર છે. તેણે 33 મેચમાં 965 રન બનાવ્યા છે. તેણે બે સદી અને 7 અડધી સદી ફટકારી છે.
1⃣0⃣0⃣0⃣ runs in the #T20WorldCup! 👌 👌
— BCCI (@BCCI) October 30, 2022
Well done, @imVkohli! 🙌 🙌
Follow the match ▶️ https://t.co/KBtNIjPFZ6 #TeamIndia | #T20WorldCup | #INDvSA pic.twitter.com/FZN7ZEICxr
આ પણ વાંચો....