NED vs PAK: પાકિસ્તાને નેધરલેન્ડને છ વિકેટે હરાવ્યું, સેમિફાઇનલની આશા જીવંત રાખી
પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2022ની 29મી મેચમાં નેધરલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું.
Pakistan vs Netherlands T20 World Cup 2022: પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2022ની 29મી મેચમાં નેધરલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે બાબર આઝમની કેપ્ટનશીપમાં સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રહી છે. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને શાનદાર બેટિંગ કરી હતી. તેણે 49 રન ફટકાર્યા હતા. જ્યારે બોલિંગમાં શાહીન આફ્રિદી અને મોહમ્મદ વસીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. નેધરલેન્ડ માટે કોલિન એકરમેને સૌથી વધુ 27 રન ફટકાર્યા હતા.
Pakistan earn a six-wicket win over the Netherlands 🙌#WeHaveWeWill | #T20WorldCup | #NEDvPAK pic.twitter.com/wM2AQ2svVq
— Pakistan Cricket (@TheRealPCB) October 30, 2022
નેધરલેન્ડે આપેલા ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ તરફથી રિઝવાન અને બાબર આઝમે શરૂઆત કરી હતી. દરમિયાન રિઝવાને 49 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 39 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે બાબર માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. ફખર ઝમાને 20 રન બનાવ્યા હતા.
Pakistan register a comprehensive six-wicket win over the Netherlands 👏#NEDvPAK | 📝: https://t.co/QfvtIntJ7C pic.twitter.com/Kv9cqyGCy3
— ICC (@ICC) October 30, 2022
શાન મસૂદ 16 બોલમાં 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અંતમાં ઈફ્તિખાર અહેમદ 6 અને શાદાબ ખાન 4 રન બનાવી અણનમ રહ્યો હતો. આ રીતે પાકિસ્તાને 6 વિકેટે મેચ જીતી લીધી હતી.
પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 91 રન ફટકાર્યા હતા. દરમિયાન કોલિને ટીમ તરફથી સૌથી વધુ 27 રન ફટકાર્યા હતા. તેણે 27 બોલનો સામનો કરતી વખતે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન એડવર્ડ્સે 15 રનની ઇનિંગ રમી હતી.
પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 19 રન આપીને એક ઝડપી હતી. મોહમ્મદ વસીમે બે વિકેટ ઝડપી હતી. તેણે 3 ઓવરમાં 15 રન આપ્યા હતા. નસીમ શાહે 4 ઓવરમાં 11 રન આપીને એક વિકેટ ઝડપી હતી. શાદાબ ખાને 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 22 રન આપ્યા. નવાઝને એક પણ સફળતા મળી નહોતી.