શોધખોળ કરો
ટી-20 વર્લ્ડકપ 2016: ઓસ્ટ્રેલિયા સામે કોહલીએ રમી હતી યાદગાર ઇનિંગ, ICCએ કરી યાદ
27 માર્ચ 2016ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી-20 વર્લ્ડકપની મેચમાં જીતનારી ટીમને સેમિફાઇનલમાં સ્થાન મળવાનું હતું જ્યારે હારની ટીમ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાવાની હતી
![ટી-20 વર્લ્ડકપ 2016: ઓસ્ટ્રેલિયા સામે કોહલીએ રમી હતી યાદગાર ઇનિંગ, ICCએ કરી યાદ Virat Kohli attacking masterclass sinks Australia in Mohali , ICC World T20 ટી-20 વર્લ્ડકપ 2016: ઓસ્ટ્રેલિયા સામે કોહલીએ રમી હતી યાદગાર ઇનિંગ, ICCએ કરી યાદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/27223926/5.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ગત ICC ટી20 વર્લ્ડકપમાં વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે રમેલી ઇનિંગને યાદગાર માનવામાં આવે છે. 27 માર્ચ 2016ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી-20 વર્લ્ડકપની મેચમાં જીતનારી ટીમને સેમિફાઇનલમાં સ્થાન મળવાનું હતું જ્યારે હારની ટીમ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાવાની હતી. ન્યૂઝિલેન્ડની ટીમ અગાઉથી જ આગળ જતી રહી હતી.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા એરોન ફિચ અને ઉસ્માન ખ્વાજાની ઇનિંગની મદદથી 6 વિકેટે 160 રન બનાવી લીધા હતા. જેના જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે 7.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 49 રન જ બનાવી શકી હતી. વિરાટ કોહલી ક્રિઝ પર હતો અને તેના પર ટીમને જીતાડવાની જવાબદારી હતી. તેણે યુવરાજ સાથે ચોથી વિકેટ માટે 45 રન જોડ્યા હતા. યુવરાજસિંહ આઉટ થયો ત્યારે ટીમને છ ઓવરમાં 66 રન જોઇતા હતા.
બાદમાં ધોની અને કોહલીએ ટીમને જીત તરફ આગળ વધારી હતી. અંતિમ ત્રણ ઓવરમાં ટીમને 39 રન જોઇતા હતા. બાદમાં જેમ્સ ફોકનરની ઓવરમાં કોહલીએ 19 રન ફટકાર્યા હતા. જેથી ટીમ ઇન્ડિયાને બે ઓવરમાં 20 રનની જરૂર હતી. અંતમાં કોહલીએ આક્રમક ઇનિંગ રમી હતી અને ભારત પાંચ બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. અને ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી ગઇ હતી. કોહલીએ આ મેચમાં 51 બોલમાં અણનમ 82 રન ફટકાર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)