શોધખોળ કરો
Advertisement
ICC ટેસ્ટ રેન્કિંગમાં સ્મિથને પછાડીને વિરાટ કોહલી ફરી બન્યો નંબર-1
કોહલી ઉપરાંત ટૉપ ફાઇવમાં ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજાર પણ છે, પુજાર હાલ 791 રેટિંગ પૉઇન્ટ સાથે ચોથા નંબર પર છે
નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઇસીસી) ટેસ્ટ બેટ્સમેનોની તાજા રેન્કિંગ જાહેર કરી દીધી છે. ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ખુશીના સમાચાર છે કે ફરી એકવાર વિરાટ કોહલી આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1ની પૉઝિશન પર આવી ગયો છે, એટલે કોહલી ટેસ્ટમાં ફરીથી નંબર વન બેટ્સમેન બની ગયો છે.
તાજા રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથને પાછળ પાડી દીધો છે. વિરાટ હવે પૉઇન્ટ ટેબલમાં સ્મિથથી પાંચ પૉઇન્ટ આગળ નીકળી ગયો છે.
આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં હાલ વિરાટ કોહલીના ખાતમાં 928 પૉઇન્ટ થઇ ગયા છે, જ્યારે સ્ટીવ સ્મિથના ખાતામાં 923 રેટિંગ પૉઇન્ટ છે. વળી ડેવિડ વોર્નરને પણ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે, વોર્નર હવે ટૉપ 5 બેટ્સમેનોમાં સામેલ થઇ ગયો છે.
કોહલી ઉપરાંત ટૉપ ફાઇવમાં ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજાર પણ છે, પુજાર હાલ 791 રેટિંગ પૉઇન્ટ સાથે ચોથા નંબર પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion