શોધખોળ કરો
વિરાટ કોહલીએ એબી ડિવિલિયર્સની સાથે તસવીર શેર કરીને દોસ્તી માટે લખી આ ખાસ વાત
ખાસ વાત છે કે બન્ને ખેલાડીઓ એકબીજાના સારા મિત્રો છે, અને હવે કોહલીએ ફરી એકવાર ડિવિલિયર્સ માટે દોસ્તીની વાત કહી છે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સ દુનિયાના સૌથી બેસ્ટ બેટ્સમેનમાંના એક છે. બન્ને હાલ આઇપીએલમાં રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર તરફથી રમી રહ્યાં છે. ખાસ વાત છે કે બન્ને ખેલાડીઓ એકબીજાના સારા મિત્રો છે, અને હવે કોહલીએ ફરી એકવાર ડિવિલિયર્સ માટે દોસ્તીની વાત કહી છે. વિરાટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડિવિલિયર્સની સાથે એક તસવીર શેર કરતાં ખાસ સંદેશ લખ્યો છે. વિરાટે ઇનસ્ટા પર તસવીરની સાથે લખ્યું- રમતની સૌથી સુંદર વસ્તુ છે દોસ્તી અને એકબીજા માટે ઇજ્જત જે તમે તમારા સફર દરમિયાન ટીમના ખેલાડીઓ સાથે શેર કરો છો. ઉલ્લેખનીય છે કે વિરાટે જે તસવીર શેર કરી છે, તે મુંબઇ વિરુદ્ધ રમાયેલી ગઇ મેચની છે, ખરેખરમાં છેલ્લી મેચ ટાઇ બાદ સુપર ઓવર રમાઇ હતી, જેમાં વિરાટ અને ડિવિલિયર્સે આરસીબીને જીત અપાવી હતી. સોશ્યલ મીડિયા પર વિરાટ અને ડિવિલિયર્સની આ તસવીરને લોકો ખુબ લાઇક કરી રહ્યાં છે, સાથે કૉમેન્ટ પણ કરી રહ્યાં છે. અત્યાર સુધી આ તસવીરને 21 લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ




















