શોધખોળ કરો

Virender Sehwag: પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલરની ડંફાશ, 'વિરેન્દ્ર સહેવાગને આઉટ કરવો ખૂબ સરળ હતો'

ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ તેની આક્રમક બેટિંગ માટે જાણીતો હતો

Naved-Ul-Hasan On Virender Sehwag: ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ તેની આક્રમક બેટિંગ માટે જાણીતો હતો. સહેવાગ તમામ બોલરો સામે ડર્યા વિના આક્રમક બેટિંગ કરતો હતો. હવે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર નાવેદ-ઉલ-હસને વિરેન્દ્ર સહેવાગને લઇને મોટુ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે વિરેન્દ્ર સહેવાગને આઉટ કરવો સૌથી સરળ હતો.

નાવેદ-ઉલ-હસને 'નાદિર અલી'ના પોડકાસ્ટ પર આ અંગે વાત કરી હતી. જોકે, નાવેદ-ઉલ-હસને કહ્યું હતું કે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન રાહુલ દ્રવિડ માટે બોલિંગ કરવી સૌથી મુશ્કેલ હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું હતું કે સહેવાગને આઉટ કરવો સૌથી સરળ હતો પરંતુ રાહુલ દ્રવિડ માટે બોલિંગ કરવી સૌથી અઘરી હતી."

સહેવાગ આક્રમક બેટિંગ માટે જાણીતો હતો

વિરેન્દ્ર સહેવાગ હંમેશા નીડર ક્રિકેટ રમવા માટે જાણીતો છે. ટેસ્ટ ક્રિકેટમાં તે ટી20ની જેમ બેટિંગ કરતો હતો. સહેવાગે ટેસ્ટમાં બે ત્રેવડી સદી પણ ફટકારી છે. તેણે પોતાની કારકિર્દીમાં 104 ટેસ્ટ, 251 ODI અને 19 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટની 180 ઇનિંગ્સમાં તેણે 49.34ની એવરેજથી 8586 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 23 સદી અને 32 અડધી સદી ફટકારી છે.

આ સિવાય તેણે વનડેની 245 ઇનિંગ્સમાં 35.06ની એવરેજથી 8273 રન બનાવ્યા હતા. દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 104.34 રહ્યો છે. જેમાં તેણે 15 સદી અને 38 અડધી સદી ફટકારી છે. 18 ટી-20 મેચમાં સહેવાગે 145.39ના સ્ટ્રાઇક રેટથી 394 રન બનાવ્યા હતા.

આવું રહ્યું નાવેદ-ઉલ હસનનું કરિયર

પાકિસ્તાનના પૂર્વ બોલર નાવેદ-ઉલ-હસનની વાત કરીએ તો તેણે 9 ટેસ્ટ, 74 વનડે અને 4 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 18 વિકેટ, વનડેમાં 110 વિકેટ અને T20 ઈન્ટરનેશનલમાં 5 વિકેટ ઝડપી હતી.

ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2023 ના સત્તાવાર કાર્યક્રમ જાહેર  થઇ નથી. તમામ ક્રિકેટ ફેન્સ કાર્યક્રમની રાહ જોઇ રહ્યા છે. આ વખતે હાઇબ્રિડ મોડલમાં રમાનારી એશિયા કપની પ્રથમ 4 મેચ પાકિસ્તાનમાં અને બાકીની 9 મેચ શ્રીલંકામાં યોજાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટૂર્નામેન્ટમાં ઓછામાં ઓછી 2 મેચ રમાશે તેવી પૂરી આશા છે.                                                           

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!

બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો

Embed widget