વીરેન્દ્ર સેહવાગના ભાઇની પોલીસે કરી ધરપકડ, સાત કરોડ રૂપિયા સાથે છે સંબંધિત કેસ
Virender Sehwag: ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી વીરેન્દ્ર સેહવાગનો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે

Virender Sehwag: ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી વીરેન્દ્ર સેહવાગનો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. સેહવાગના ભાઈ વિનોદ સેહવાગની પોલીસે ધરપકડ કરી છે. એક રિપોર્ટ અનુસાર, વિનોદ સેહવાગનો ચેક બાઉન્સનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. મહત્વની વાત એ છે કે આ મામલો 7 કરોડ રૂપિયા સાથે સંબંધિત છે. કોર્ટમાં હાજર ન રહેવા બદલ તેને ભાગેડુ પણ જાહેર કરવામાં આવ્યો છે.
ચંડીગઢના મણિમાજરા પોલીસ સ્ટેશનની પોલીસે વીરેન્દ્ર સેહવાગના ભાઈ વિનોદની ધરપકડ કરી છે. તેમનો 7 કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલે તેમને કોર્ટમાં હાજર રહેવાનું હતું. પણ તે કોર્ટમાં હાજર રહ્યા નહીં. આ કારણે તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીં કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
વિનોદ સેહવાગને ક્યારે જામીન મળશે
અહેવાલો અનુસાર, વિનોદ સેહવાગના વકીલે જામીન અરજી દાખલ કરી હતી. પરંતુ હજુ સુધી જામીન મળ્યા નથી. વિનોદની જામીન અરજી પર નિર્ણય 10 માર્ચે આવી શકે છે. તે હાલ પોલીસ કસ્ટડીમાં રહેશે.
વીરેન્દ્ર સેહવાગને કુલ ચાર ભાઈ-બહેન છે
વીરેન્દ્ર સેહવાગના પરિવારમાં કુલ ચાર ભાઈ-બહેન છે. સેહવાગની બહેનો તેનાથી મોટી છે. જ્યારે વિનોદ તેનાથી નાનો ભાઇ છે.
ટીમ ઈન્ડિયા માટે વીરેન્દ્ર સેહવાગે સારું પ્રદર્શન કર્યું છે
સેહવાગની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. તેમણે ભારત માટે 251 વન-ડે મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 8273 રન બનાવ્યા છે. તેણે વનડેમાં એક બેવડી સદી અને 15 સદી ફટકારી છે. તેણે આ ફોર્મેટમાં 96 વિકેટ પણ લીધી છે. સેહવાગે 104 ટેસ્ટ મેચમાં 8586 રન બનાવ્યા છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 6 બેવડી સદી અને ટેસ્ટમાં 23 સદી ફટકારી છે. સેહવાગે ટેસ્ટમાં 40 વિકેટ પણ લીધી છે.
IND vs NZ: વિરાટ કોહલી પાસે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની તક, 95 રન બનાવતાની સાથે જ રચશે ઇતિહાસ




















