શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સચિને 1999માં કરેલી બેટિંગને યાદ કરીને ડરી ગયો આ પાકિસ્તાની બૉલર, બોલ્યો- ખરેખર તે મહાન છે
વર્ષ 1999માં ચેન્નાઇમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ એક એવી મેચ હતી. જેના વિશે ખુબ ચર્ચા થઇ હતી. ભારતને આ મેચમાં પાકિસ્તાન તરફથી 271 રનોનું લક્ષ્ય મળ્યુ હતુ, અને ભારતીય ટીમ 12 રનથી મેચ હારી ચૂકી હતી
નવી દિલ્હીઃ દુનિયાનો એકમાત્ર માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર હોય તો સચિન તેંદુલકર છે, જેનની બેટિંગથી સૌકોઇ દિવાના છે. સચિન જ્યારે બેટિંગ કરવા ઉતરે ત્યારે વિરોધી ટીમ માત્રને માત્ર સચિનને જ આઉટ કરવાનો ટાર્ગેટ રાખતી હતી. હવે સચિનની બેટિંગને યાદ કરીને ફરી એકવાર પાકિસ્તાની દિગ્ગજ બૉલર વકાર યુનુસ ગભરાયો છે. વકાસે સચિનની 1999ની ચેન્નાઇ ટેસ્ટને યાદ કરીને તેને વખાણ કર્યા છે.
વર્ષ 1999માં ચેન્નાઇમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ એક એવી મેચ હતી. જેના વિશે ખુબ ચર્ચા થઇ હતી. ભારતને આ મેચમાં પાકિસ્તાન તરફથી 271 રનોનું લક્ષ્ય મળ્યુ હતુ, અને ભારતીય ટીમ 12 રનથી મેચ હારી ચૂકી હતી. વકાર યુનુસની આગેવાની વાળી પાકિસ્તાની ટીમમાં વસીમ અકરમ અને સકલૈન મુસ્તાક જેવા ધૂરંધર બૉલરો હતા. મુસ્તાકે આ મેચમાં બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપીની ભારતને હારની ભેટ આપી દીધી હતી.
વકારે ધ ગ્રેટેસ્ટ રિવેલરી પૉડકાસ્ટમાં કહ્યું કે, મેચને યાદ કરતાં બોલ્યો અમે એક નવો બૉલ લીધો, પહેલા બૉલે નયન મોંગિઆએ હવામાં કેચ ઉછાળ્યો તે ઉતાવળમાં હતો. પરંતુ મેચ જીતી લીધી હતી, પણ જ્યાં સુધી સચિન હતો ત્યાં સુધી અમે ડરી ગયા હતા. અમને લાગ્યુ કે જ્યાં સુધી સચિન છે ત્યાં સુધી જીતવુ મુશ્કેલ છે.
બીજી ઇનિંગમાં મોંગિયા અને સચિન વચ્ચે 6ઠ્ઠી વિકેટ માટે 136 રનની ભાગીદારી થઇ હતી. મોંગિયાના આઉટ થયા બાદ પાકિસ્તાન અને જીતની વચ્ચે માત્રને માત્ર સચિન ઉભો હતો. વકાસે કહ્યું ઇમાનદારીથી કહુ તો સચિન હતો, તેમની પાસે 4 વિકેટ બાકી હતી અને 16 રનની જરૂર હતી.
સચિન જે રીતે બેટિંગ કરી રહ્યો હતો તે દુનિયાથી અલગ હતી. જોકે, બાદમાં ભારત અને સચિન પર સકલૈન હાવી થઇ ગયો અને બાકીની ચાર વિકેટો પાંચ-છ ઓવરોમાં ખોઇ દીધી હતી. ખરેખર સચિન મહાન બેટ્સમેન છે. તે ટેસ્ટ મેચ હુ સર્વશ્રેષ્ઠ ટેસ્ટ મેચોમાં ગણુ છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion