T20 World Cup 2022 માટે શમી અને સિરાજની તૈયારી કેવી છે? જુઓ મીમ Video
ટીમનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે બ્રેક પર છે. તેની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીમાંથી કોઈની પણ પસંદગી થઈ શકે છે.
Mohammed Siraj Mohammed Shami Team India T20 World Cup 2022: ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે. આ વખતે વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં યોજાશે. તેથી ટીમ ઈન્ડિયા પોતાના ફાસ્ટ બોલરો પર ખાસ ધ્યાન આપી રહી છે. ટીમનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે બ્રેક પર છે. તેની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીમાંથી કોઈની પણ પસંદગી થઈ શકે છે. પૂર્વ ભારતીય ખેલાડી વસીમ જાફરે આ અંગે એક ફની વીડિયો શેર કર્યો છે.
વસીમ ઝાફરે શેર કર્યો ફની મીમ વીડિયોઃ
T20 વર્લ્ડ કપ 2022 શરૂ થવામાં બહુ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં સિરાજ અને શમી પાસે તૈયારી માટે ઘણો ઓછો સમય છે. જાફરે આ અંગે એક મીમ શેર કરી છે. જેમાં એક નાનું બાળક ચોપડી ખોલીને વર્ગખંડમાં બેઠેલું જોવા મળે છે. આ બાળક ચોપડીમાંથી ખોબલે-ખોબલે જ્ઞાન ભરીને માથામાં ચઢાવતું જોવા મળે છે. આ વીડિયો શેર કરતાં જાફરે કેપ્શન લખ્યું છે કે, "શમી અને સિરાજ ઓછા સમયમાં વર્લ્ડ કપ માટે તૈયાર થઈ રહ્યા છે." જાફરના આ વીડિયો પર ક્રિકેટ ફેન્સ ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
Shami & Siraj trying to get WC ready in short time #T20WorldCup2022 #INDvSA pic.twitter.com/8hJsmSZ9dQ
— Wasim Jaffer (@WasimJaffer14) October 2, 2022
ભારત v/s દક્ષિણ આફ્રિકા:
ઉલ્લેખનીય છે કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણી રમાઈ રહી છે. ભારતે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ જીતી લીધી છે. હવે બીજી મેચ ગુવાહાટીમાં રમાવાની છે. ટીમ ઈન્ડિયા આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ભાગ્યે જ કોઈ ફેરફાર કરે છે. ભારત માટે છેલ્લી મેચમાં ફાસ્ટ બોલર દીપક ચહર અને અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હર્ષલ પટેલ અને અક્ષર પટેલે પણ ઘણા પ્રસંગોએ પોતાની જાતને યોગ્ય સાબિત કરી છે.
આ પણ વાંચો....