શોધખોળ કરો

IND vs SA, 2nd T20I: સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20 મેચમાં આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ રમાશે. ટીમ ઇન્ડિયા આજની મેચ જીતીને સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે

નવી દિલ્હી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ રમાશે. ટીમ ઇન્ડિયા આજની મેચ જીતીને સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે જ્યારે સાઉથ આફ્રિકા મેચ જીતીને સીરિઝ જીવંત રાખવાનો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે સીરિઝની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાએ આઠ વિકેટે જીત મેળવી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ કઈ મજબૂત પ્લેઈંગ ઈલેવન સાથે બીજી T20 મેચ જીતવા માટે મેદાનમાં ઉતરી શકે છે તેના વિશે જાણકારી મેળવીએ.

રોહિત-રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરશે

ભારતીય ટીમ માટે બીજી ટી20 મેચમાં ફરી એકવાર રોહિત શર્મા અને કેએલ રાહુલ ઇનિંગની શરૂઆત કરતા જોવા મળી શકે છે. રાહુલે છેલ્લી મેચમાં ભારતીય ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, પ્રથમ ટી20 મેચમાં કેપ્ટન રોહિત શર્મા સસ્તામાં આઉટ થયો હતો.

મિડલ ઓર્ડરની જવાબદારી યુવા ખેલાડી રિષભ પંતની સાથે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવના ખભા પર રહેશે. જોકે, કોહલી છેલ્લી મેચમાં માત્ર ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ સૂર્યકુમારે શાનદાર બેટિંગ કરી  ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. પંતને પ્રથમ ટી20 મેચમાં રમવાની તક મળી ન હતી.

આ સિવાય મેચ ફિનિશરની ભૂમિકામાં અનુભવી બેટ્સમેન દિનેશ કાર્તિક રહેશે. કાર્તિક છેલ્લી IPL સિઝનથી સારી લયમાં ચાલી રહ્યો છે. સાથે જ ઓલરાઉન્ડર ખેલાડી તરીકે અક્ષર પટેલને ટીમમાં તક મળી શકે છે. અક્ષર બેટિંગ અને બોલિંગ બંને રીતે ટીમ માટે હિટ સાબિત થઈ રહ્યો છે.

બીજી ટી-20 મેચમાં દીપક ચહર અને અર્શદીપ સિંહને તક મળી શકે છે. આ સાથે જ ત્રીજા ફાસ્ટ બોલર તરીકે હર્ષલ પટેલને તક મળી શકે છે. આ સિવાય યુઝવેન્દ્ર ચહલને સ્પિનર ​​તરીકે તક મળી શકે છે. ચહલને પ્રથમ ટી20 મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. અક્ષર પટેલ પાંચમા બોલરની ભૂમિકા ભજવશે.

ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, દીપક ચહર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.

National Games 2022: નેશનલ ગેમ્સમાં ગુજરાતને મળ્યો વધુ એક ગોલ્ડ, આ મહિલા ખેલાડીએ અપાવ્યો મેડલ

IND W vs SL W T20:  એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે શરુઆત, પ્રથમ મેચમાં શ્રીલંકાને 41 રને હરાવ્યું

Irani Cup 2022: Umran Malikએ ઝડપી ત્રણ વિકેટ, સૌરાષ્ટ્રની ટીમ 98 રનમાં ઓલઆઉટ

T20 World Cup માંથી બહાર નથી થયો જસપ્રીત બુમરાહ, BCCI અધ્યક્ષ ગાંગુલીએ આપ્યું અપડેટ

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget