IPL સ્ટાર આંદ્રે રસેલનો ધમાકો, છ બોલમાં સતત ફટકારી છ સિક્સ , જુઓ, VIDEO
આઇપીએલના સ્ટાર આ ખેલાડી પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે
નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની બેટિંગથી સૌ કોઇ પરિચિત છે. આઇપીએલના સ્ટાર આ ખેલાડી પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. તાજેતરમાં જ 6ixty ટુનામેન્ટમાં તેણે સતત છ બોલમાં છ સિક્સ ફટકારી ધમાલ મચાવી દીધી છે.
Andre Russell SIX SIXES off consecutive SIX balls in the SIXTY tournament.
— 𝗔𝗱𝗶𝘁𝘆𝗮⎊ (@StarkAditya_) August 28, 2022
8 SIXES and 5 FOURS.@TKRiders pic.twitter.com/jBKyzqwPOj
બસ્સેટેરેમાં ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ તરફથી રમતા રસેલે માત્ર 24 બોલમાં 72 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૌથી ખાસ વાત એ હતી કે તેણે St Kitts and Nevis Patriots સામે સતત છ છગ્ગા ફટકાર્યા હતા. કેરેબિયન સ્ટારે આ મેચમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા.
St Kitts and Nevis Patriots સામેની સાતમી ઓવરમાં આન્દ્રે રસેલેનું ઉગ્ર રૂપ જોવા મળ્યું હતું. ડોમિનિક ડ્રેક્સની આ ઓવરના ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલમાં રસેલે સતત સિક્સર ફટકારી હતી. આ પછી તેણે આઠમી ઓવર ફેંકનાર જ્હોન રસ જગ્ગેજારના પ્રથમ બે બોલમાં સતત બે છગ્ગા પણ ફટકાર્યા હતા. આ સાથે તે ક્રિકેટના ઈતિહાસમાં છ બોલમાં સતત છ છગ્ગા ફટકારનારા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે.
આ મેચની વાત કરીએ તો, ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટ્રિનબેગો નાઈટ રાઈડર્સે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયોટ્સ સામે 60 બોલમાં 5 વિકેટ ગુમાવીને 156 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સેન્ટ કિટ્સની ટીમ નિર્ધારિત ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 152 રન જ બનાવી શકી હતી. ટીમ માટે નીચલા ક્રમમાં શેરફેન રધરફોર્ડે માત્ર 15 બોલમાં 50 રનની વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી, પરંતુ તે પણ ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો.
ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ માટે આ મેચમાં એન્ડરસન ફિલિપે બે ઓવરમાં 17 રન ખર્ચીને સારી બોલિંગ કરી અને સૌથી વધુ ત્રણ સફળતા મેળવી. ફિલિપે જે બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા તેમાં આન્દ્રે ફ્લેચર (33), એવિન લુઈસ (07) અને ડેવાલ્ડ બ્રેવિસ (0)ની વિકેટ સામેલ હતી.