વિરાટે રોહિતને કહ્યું, દો આવાજ આઈ હૈ, મૈં બોલ રહા હૂં ના, રીવ્યુ લે..... જાણો શું આવ્યો નિર્ણય ? જુઓ વીડિયો
આ ઘટના વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગની આઠમી ઓવરમાં ઘટી, રવિ બિશ્નોઇએ ગૂગલ બૉલ નાંખ્યો. જેના પર કેરેબિયન બેટ્સમેને રોસ્ટન ચેઝ હીટ મારવા ગયો પરંતુ ચૂકી ગયો,
કોલકત્તાઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે પહેલી ટી20 ઇન્ટરનેશનલ મેચ કોલકત્તાના ઇડન ગાર્ડન્સ પર રમાઇ, જેમાં ભારતીય ટીમે 6 વિકેટથી કેરેબિયન ટીમની હરાવીને ત્રણ મેચોની સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી. મેચમાં ભારતની રમત શાનદાર રહી પરંતુ એક ઘટનાએ તમામ દર્શકો અને ક્રિકેટ દિગ્ગજોનુ ધ્યાન ખેંચ્યુ, તે છે ફરી એકવાર ડીઆરએસ મામલે ખેંચતાણ. એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં મેદાન પર ક્રિકેટરોની વાતચીત જે ડીઆરએસ દરમિયાન થઇ રહી છે જે સ્પષ્ટ રીતે સંભળાઇ રહી છે, જેમાં કોહલીનો અવાજ છે. જુઓ વીડિયો....
આ ઘટના વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગની આઠમી ઓવરમાં ઘટી, રવિ બિશ્નોઇએ ગૂગલ બૉલ નાંખ્યો. જેના પર કેરેબિયન બેટ્સમેને રોસ્ટન ચેઝ હીટ મારવા ગયો પરંતુ ચૂકી ગયો, અને પંતે બોલ પકડીને તેને સ્ટમ્પિંગ કરી લીધી હતી. પંતને લાગ્યુ કે રોસ્ટન ચેઝ આઉટ છે, પરંતુ મેદાની એમ્પાયરે વાઇડ બૉલ ગણાવ્યો હતો. આ મામલે મેદાન પર ખેલાડીઓ ડીઆરએસ લેવા માટે ચર્ચા ચાલી રહી હતી, આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માને વિરાટ કોહલી કહી રહ્યો છે કે બે અવાજ સંભળાયા છે, હું કહી રહ્યું છુ રિવ્યૂ લે..............
— Maqbool (@im_maqbool) February 16, 2022
કોહલી બોલતો સંભળાઇ રહ્યો છે કે, મેં બોલ રહા હૂં, તૂ રિવ્યૂ લે. દો અવાજે સુનાઇ આઇ હૈ.... પરંતુ રિવ્યૂ લીધા બાદ ટીવી રિપ્લેમાં દેખાયુ કે ભારતે રિવ્યૂ ગુમાવી દીધો છે, અને રૉસ્ટન ચેઝ નૉટઆઉટ છે.
— Maqbool (@im_maqbool) February 16, 2022
આ પણ વાંચો----
સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી
Ration Card: રાશન કાર્ડ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન, આ નંબર પર કરો ફરિયાદ
ગ્રેજ્યુએટ માટે આવ્યા સારા સમાચાર, આ કંપની 55 હજારની કરશે ભરતી
ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો અહીં કરો અરજી, મળશે સારો પગાર
બેંકમાં નોકરી મેળવવાની મોટી તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો વિગતે
દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ