શોધખોળ કરો

IND vs NZ: આજની પ્રથમ વનડેમાં વરસાદ પડશે ? જાણો કેવું રહેશે હૈદરાબાદનું હવામાન

આજે પ્રથમ વનડે મેચ હૈદરાબાદમાં રમાઇ રહી છે, અત્યારે ભારતમાં પુરજોશમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે આજની મેચમાં પહેલા શું કહે છે હવામાન

India vs New Zealand Weather Report: આજે 18 જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ હૈદરાબાદમાં રમાઇ રહી છે, બન્ને ટીમો આ મેચમાં જીત માટે તૈયારીઓ કરી ચૂકી છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે મેચ રમાઇ રહી છે, આ પહેલા હવામાન વિભાગનું શું છે અપડેટ, જાણો અહીં.... 

આજે પ્રથમ વનડે મેચ હૈદરાબાદમાં રમાઇ રહી છે, અત્યારે ભારતમાં પુરજોશમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે આજની મેચમાં પહેલા શું કહે છે હવામાન, વરસાદ પડશે કે નહીં જાણો અહીં .... .

શું છે હૈદરાબાદનું હવામાન અપડેટ - 
હવામાન વિભાગ અનુસાર, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જાન્યુઆરીએ મેચ રમાઇ રહી છે, હવામાન અનુસાર, આજે હૈદરાબાદમાં બપોરના સમયે ગરમી રહેશે, દિવસમાં તાપમાન 31 ડિગ્રી સેન્ટીગ્રેટર રહેવાનુ અનુમાન  છે, વળી રાત્રે તપામાનમાં ઘટાડો જોવા મળશે. આ ઘટાડા સાથે રાત્રે પારો 17 ડિગ્રી પર પહોંચી શકે છે. મેચના દિવસે હૈદરાબાદમાં વરસાદ થવાની કોઇ સંભાવના નથી દેખાતી. આશા છે કે આજની મેચમાં મેચ કોઇપણ વિઘ્ન વિના પુરી થશે.

ઈશાન મિડલ ઓર્ડરમાં રમશે

પ્રથમ વનડેમાં તમામની નજર ભારતીય ટીમના પ્લેઈંગ-11 પર રહેશે. શ્રીલંકા સીરિઝમાં એક પણ વન-ડે ન રમનાર ઈશાન કિશનને પ્લેઈંગ-11માં સ્થાન મળશે. કેપ્ટન રોહિત શર્માએ પુષ્ટી કરી છે કે ઇશાન કિશન મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે. કેએલ રાહુલ આ સીરિઝમાં રમશે નહીતેથી ઈશાન કિશનને વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળવી પડશે. ઈશાન અત્યાર સુધીમાં દસમાંથી ત્રણ વનડેમાં મિડલ ઓર્ડરમાં ઉતર્યો છે, તેથી તેને આ ઓર્ડર પર બેટિંગ કરવાનો અનુભવ પણ છે.

આ મેચમાં શુભમન ગિલ કેપ્ટન રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરવા માટે તૈયાર છે. શુભમન ગિલે ત્રણ મેચમાં 70, 21 અને 116 રન બનાવ્યા હતા. ટીમમાં સામેલ બીજા વિકેટકીપર કેએસ ભરતની પસંદગી થવાની શક્યતા ઓછી છે કારણ કે કેએલ રાહુલની ગેરહાજરીમાં તેને કવર તરીકે રાખવામાં આવ્યો છે. આ વર્ષે યોજાનાર વન-ડે વર્લ્ડકપને જોતા દરેક મેચ મહત્વપૂર્ણ છે અને ભારત શ્રીલંકા સામે ગતિ જાળવી રાખવા માંગશે.

સૂર્યકુમાર યાદવ પર પણ નજર રહેશે

શ્રીલંકા સામે ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેન અને ઝડપી બોલર મોહમ્મદ સિરાજનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ગિલ અને વિરાટ કોહલી સિવાય રોહિતે પણ 83 અને 42 રનની ઇનિંગ્સ રમી હતી, પરંતુ તે સદી ફટકારી શક્યો નહોતો. શ્રેયસ ઐય્યરના બહાર થયા બાદ હવે પ્લેઈંગ-11માં સૂર્યકુમાર યાદવનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ ગયું છે. સૂર્યા અને હાર્દિક પંડ્યાની હાજરી ભારતીય મિડલ ઓર્ડરને મજબૂત બનાવશે.

કેએલ રાહુલ ઉપરાંત અક્ષર પટેલને પણ આ શ્રેણી માટે બ્રેક આપવામાં આવ્યો છે, જેની જગ્યાએ શાહબાઝ અહેમદને જગ્યા મળી છે. અત્યાર સુધી ભારતે યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવમાંથી એકને પસંદ કર્યો છે, જેમણે શ્રીલંકા સામે પણ પ્રભાવ પાડ્યો હતો.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

 રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ઉમરાન મલિક, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય
ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય
ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Embed widget