IND vs BAN: પ્રથમ વનડે વરસાદથી ધોવાઇ જશે ? જાણો શું છે હવામાનનું અપડેટ
ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમની પીચ બેટિંગ માટે ખુબ સારી છે. જોકે મેચ દરમિયાન ભેજ મોટી ભૂમિકા ભજવી શકે છે.
India vs Bangladesh Weather Report: ભારતીય ટીમ બાંગ્લાદેશ પહોંચી ચૂકી છે. ટીમ ઇન્ડિયાને અહીં 4 ડિેસેમ્બરથી ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે. આ સીરીઝની પહેલી મેચ રવિવારે ઢાકામાં રમાશે. બન્ને ટીમો આ મેચ માટે જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહ્યાં છે. વળી, મેચ દરમિયાન ઢાકાનુ હવામાન કેવુ રહેશે તેના વિશે હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે. જાણો ડિટેલ્સ.....
પ્રથમ વનડે વરસાદના કારણે ધોવાશે, ઢાકામાં કેવુ રહેશે હવામાન -
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે વનડે સીરીઝની પહેલી મેચ 4 ડિસેમ્બરે રમાશે, બન્ને ટીમોએ આ માટે તૈયારીઓ કરી લીધી છે, પરંતુ આ મેચને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં હવામાન વિભાગે બતાવ્યુ છે કે, મેચ દરમિયાન ઢાકામાં વરસાદ પડવાની સંભવાના બિલકુલ નથી. વળી, રવિવારે અહીંનું તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ક્રિકેટની એક શાનદાર રમત માટે આ તાપમાન બિલકુલ યોગ્ય છે, એટલે કહી શકાય મેચમાં વરસાદ વિલન નહીં બની શકે.
પીચ રિપોર્ટ -
ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમની પીચ બેટિંગ માટે ખુબ સારી છે. જોકે મેચ દરમિયાન ભેજ મોટી ભૂમિકા ભજવી શકે છે. આવામાં ટૉસની ભૂમિકા મેચમાં ખુબ મહત્વપૂર્ણ થઇ જશે. આ મેદાન પર કોઇપણ ટીમ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવા માંગશે. આવામાં જોવાનુ એ છે કે ટૉસ કોની તરફ જાય છે.
બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટીમ -
ભારતની વનડે ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દલાલ.
બાંગ્લાદેશની વનડે ટીમ -
નજમૂલ હુસૈન શાન્તિ, યાસિર અલી, આસિફ હુસેન, મહામુદ્દુલ્લાહ રિયાદ, મેહન્દી હસન, શાકિબ અલ હસન, અનામુલ હક (વિકેટકીપર), લિટન દાસ (કેપ્ટન, વિકેટકીપર), મુશફિકૂર રહીમ (વિકેટકીપર), નુરુલ હસન (વિકેટકીપર), ઇબાદત હુસેન, હસન મહેમૂદ, મુસ્તફિજૂર રહેમાન, નાસમ અહેમદ, તસ્કીન અહેમદ.
ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ, ODI અને ટેસ્ટ શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ -
India vs Bangladesh: ન્યુઝીલેન્ડના પ્રવાસ પછી, ટીમ ઈન્ડિયા હવે બાંગ્લાદેશ જવા માટે તૈયાર છે. વાસ્તવમાં, 4 ડિસેમ્બરથી, ભારતીય ટીમ 3 વનડે અને 2 ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે બાંગ્લાદેશ પહોંચી રહી છે. આ પ્રવાસની શરૂઆત વનડે શ્રેણીથી થશે. જેની પ્રથમ મેચ રવિવાર 4 ડિસેમ્બરે રમાશે. ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ તમામ ખેલાડીઓ આ પ્રવાસ માટે પરત ફરી રહ્યા છે. તો ત્યાં સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન જેવા ખેલાડીઓને આ પ્રવાસમાંથી બહાર રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલને ન્યુઝીલેન્ડ પ્રવાસ પર આરામ આપવામાં આવ્યો હતો.
ભારત-બાંગ્લાદેશ પ્રવાસનું સમયપત્રક
ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) વચ્ચે 3 ODI શ્રેણીની પ્રથમ મેચ 4 ડિસેમ્બરે રમાશે. જ્યારે શ્રેણીની બીજી મેચ 7 ડિસેમ્બરે રમાશે. તે જ સમયે, આ શ્રેણીની છેલ્લી મેચ 10 ડિસેમ્બરે રમાશે. ભારત-બાંગ્લાદેશ શ્રેણીની ત્રણેય મેચ મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. આ સિવાય બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 14 થી 18 ડિસેમ્બર વચ્ચે ચિત્તાગોંગના ઝહુર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાશે. આ ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ઢાકામાં 22-26 ડિસેમ્બર વચ્ચે રમાશે.