વિન્ડીઝને છેલ્લી ઓવરમાં જોઈતા હતા 30 રન ને આ બેટ્સમેને સિક્સરની હેટ્રિક કરી સૌના શ્વાસ અધ્ધર કરી દીધા, જાણો શું આવ્યું રીઝલ્ટ ?
ઇંગ્લિશ કેપ્ટન ઇયૉન મોર્ગને આશા હતી કે શાકિબને 20મી ઓવરમાં બૉલ આપીશુ તો મેચ અમારી તરફ આવી જશે. 20મી ઓવરમાં 30 રનની જરૂર હતી,
West Indies vs England 2nd T20I Last Over: વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સીરીઝ ચાલી રહીછે. વેસ્ટ ઇન્ડિઝે પહેલી મેચમાં 9 વિકેટથી જીત મેળવી હતી, પરંતુ બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. વેસ્ટ ઇન્ડિઝે રોમાંચક મેચમાં જીત ના નોંધાવી પરંતુ તમામ લોકોનુ પુરેપુરુ મનોરંજન કર્યુ. વેસ્ટ ઇન્ડિઝને છેલ્લી ઓવરમાં જીતવા માટે 30 રનની જરૂર હતી, જેમાં વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેને અકીલ હૂસૈન ધમાલ મચાવી દીધી. જુઓ વીડિયો...............
ઇંગ્લિશ કેપ્ટન ઇયૉન મોર્ગને આશા હતી કે શાકિબને 20મી ઓવરમાં બૉલ આપીશુ તો મેચ અમારી તરફ આવી જશે. 20મી ઓવરમાં 30 રનની જરૂર હતી, અને ક્રિઝ પર વેસ્ટઇન્ડિઝનો ખેલાડી અકીલ હૂસૈન હતો, તો બીજી બાજુ શાકિબ હતો. શાકિબે ઓવરની શરૂઆત વાઇડ બૉલથી કરી, આ પછી તેને હેલા પહેલા બૉલ પર કોઇ રન ના આપ્યો. વળી, અકીલ હૂસૈને બીજા બૉલ પર ચોગ્ગો ફટકાર્યો.
બાદમાં જ્યારે શાકિબે ત્રીજો બૉલ નાંખ્યો તો ફરીથી ચોગ્ગા ફટકાર્યો. બાદમાં વાઇડ બૉલ આવ્યો, આ પછી અકીલ હૂસૈને ચોથા, પાંચમા અને છઠ્ઠા બૉલ પર સળંગ છગ્ગા ફટકાર્યા પરંતુ જીતથી બે રન દુર રહ્યો હતો. કેમ કે વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે 30 રનની જરૂર હતી, અને છેલ્લી ઓવરમાં 28 રન મળ્યા હતા. આમ અકીલ હૂસૈન છગ્ગાની હેટ્રિક લગાવી દીધી તો પણ વેસ્ટ ઇન્ડિઝ મેચ જીતી શક્યુ ન હતુ.
આ પણ વાંચો..........
Health Tips: ઓમિક્રોનથી બચાવશે આ શાકભાજી, ઇમ્યુનિટી પણ થશે મજબૂત, ડાયટમાં કરો સામેલ
અમેઝિંગ ટ્રિક્સઃ ચેટને મજેદાર બનાવવા Whatsappમાં કરી દો આ બે સેટિંગ, બદલાઇ જશે તમારુ એક્સપીરિયન્સ
Gmail Safety Tips: આ આસાન રીતે જાણો તમારુ Gmail હેક થયુ છે કે નહીં.............
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, એક્ટિવ કેસનો આંકડો 134837 પર પહોંચ્યો
UPSC Recruitment 2022: UPSC માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, તમે પણ બની શકો છો અધિકારી