શોધખોળ કરો

શ્રીલંકાના ખેલાડીઓ પર વૈભવ સૂર્યવંશી કેમ ભડક્યો? મેદાન પર થયેલા ઝઘડાનું સાચું કારણ આવ્યું સામે

સુપર ઓવરમાં હાર બાદ શ્રીલંકન ખેલાડીની એક કમેન્ટથી ગુસ્સે ભરાયો યુવા ભારતીય બેટ્સમેન વૈભવ, આખી ટીમ સાથે એકલે હાથે બાથ ભીડી; જાણો અંદરની પૂરી વાર્તા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત A-શ્રીલંકા A મેચ પછી વૈભવ સૂર્યવંશી ઝઘડ્યા.
  • હાર બાદ શ્રીલંકન ખેલાડીએ વૈભવને સ્લેજિંગ કર્યું હતું.
  • વૈભવ ગુસ્સે થયો, ખેલાડીઓ વચ્ચે મેદાન પર ધક્કામુક્કી થઈ.

vaibhav suryavanshi cricket fight: સોમવારે દામ્બુલામાં રમાયેલી ત્રિકોણીય શ્રેણીની મેચમાં ભારત A અને શ્રીલંકા A વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળ્યો હતો. મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી, જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, આ મેચની ચર્ચા હાર-જીત કરતા મેદાન પર થયેલા એક મોટા ઝઘડાને કારણે વધુ થઈ રહી છે. હાર બાદ ભારતના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના ખેલાડીઓ વચ્ચે ભારે બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હતી. વૈભવ અચાનક આટલો બધો ગુસ્સામાં કેમ આવી ગયો અને આ હાઈ-વોલ્ટેજ ડ્રામા પાછળનું સાચું કારણ શું હતું, તે અંગે ચાલો વિગતવાર જાણીએ.

આ બે લાઈનોથી ભડક્યો વૈભવનો ગુસ્સો

ગત 15 જૂનના રોજ રમાયેલી આ રોમાંચક મેચમાં સુપર ઓવર સુધી વાત પહોંચી હતી. સુપર ઓવરમાં શ્રીલંકા A ટીમે પહેલા બેટિંગ કરતા 17 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 18 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ ચેઝ કરવા માટે ભારત તરફથી સૂર્યાંશ શેડગે અને વૈભવ સૂર્યવંશી મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ તેઓ નિરાશાજનક પ્રદર્શન કરતા માત્ર 9 રન જ બનાવી શક્યા હતા.

મેચ પૂરી થયા બાદ અને શ્રીલંકાની જીત બાદ, શ્રીલંકન ખેલાડી વિશેન હલંબગેએ વૈભવને ઉશ્કેરવા માટે સ્લેજિંગ (છીછરી કોમેન્ટ) કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, વિશેને વૈભવને ટોણો મારતા કહ્યું હતું કે, "મેચ પૂરી થઈ ગઈ છે... હવે તમારે ઘરે જવું જોઈએ."

મેદાન પર જ થઈ ધક્કામુક્કી

શ્રીલંકન ખેલાડીની આ કમેન્ટ સાંભળતા જ વૈભવનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. પેવેલિયન તરફ પાછા ફરી રહેલા વૈભવથી આ સહન ન થયું, તે ગુસ્સામાં પાછો ફર્યો અને એકલા હાથે જ આખી શ્રીલંકન ટીમ સામે બાથ ભીડી લીધી. આ દરમિયાન ખેલાડીઓ વચ્ચે ઉગ્ર દલીલો અને ધક્કામુક્કી પણ જોવા મળી હતી. મામલો એટલો ગરમાયો કે શ્રીલંકાના અન્ય કેટલાક ખેલાડીઓએ વચ્ચે પડીને વૈભવ અને પોતાની ટીમના ખેલાડીઓને છૂટા પાડી મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવો પડ્યો હતો. મેદાન પર બનેલી આ ઘટના બાદ હવે ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે.

આ પણ વાંચોઃ ભારત A માટે હવે 'કરો યા મરો': સતત બે હાર બાદ કેવી રીતે પહોંચશે ફાઇનલમાં?

આ સિરીઝમાં કેવું રહ્યું છે વૈભવનું પ્રદર્શન?

જો ત્રિકોણીય શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો તે પોતાના બેટથી કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી:

પહેલી મેચ (શ્રીલંકા સામે): વૈભવ માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

બીજી મેચ (અફઘાનિસ્તાન A સામે): આ મેચમાં તેણે 44 રનની સારી ઇનિંગ રમી હતી, પરંતુ તે પોતાની ફિફ્ટી ચૂકી ગયો હતો.

ત્રીજી મેચ (શ્રીલંકા A સામે): આ મેચમાં તે ફરીથી ફ્લોપ રહ્યો અને માત્ર 21 રન જ બનાવી શક્યો.

હવે ક્રિકેટ પ્રેમીઓ એ જોવાની રાહ જોઈ રહ્યા છે કે આ ઝઘડા બાદ વૈભવ આવનારી મેચોમાં પોતાના બેટથી જવાબ આપે છે કે નહીં અને સિરીઝની તેની પહેલી ફિફ્ટી ક્યારે ફટકારે છે.

આ પણ વાંચોઃ IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો

Frequently Asked Questions

વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકન ખેલાડીઓ વચ્ચે શું થયું?

ભારત A ની હાર બાદ, વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકન ખેલાડીઓ વચ્ચે મેદાન પર બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હતી. શ્રીલંકન ખેલાડીએ વૈભવને ટોણો મારતા આ ઘટના બની હતી.

વૈભવ સૂર્યવંશી શા માટે ગુસ્સે થયો?

મેચ બાદ શ્રીલંકન ખેલાડી વિશેન હલંબગેએ વૈભવને ટોણો માર્યો હતો કે

આ ઘટના ક્યાં બની હતી?

આ ઘટના દામ્બુલામાં રમાયેલી ત્રિકોણીય શ્રેણીની ભારત A અને શ્રીલંકા A વચ્ચેની મેચ બાદ મેદાન પર બની હતી.

ત્રિકોણીય શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન કેવું રહ્યું છે?

વૈભવનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. તેણે પ્રથમ મેચમાં 14, બીજીમાં 44 અને ત્રીજી મેચમાં 21 રન બનાવ્યા છે. તે હજુ સુધી ફિફ્ટી ફટકારી શક્યો નથી.

Advertisement

ટોપ સ્ટોરી

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Embed widget