IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે બીજી વનડેમાં જસપ્રીત બુમરાહ કેમ નથી રમી રહ્યો ? સામે આવ્યું કારણ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે સીરીઝની બીજી મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે.
Jasprit Bumrah: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે સીરીઝની બીજી મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે. પરંતુ આ મેચમાં ભારતીય ટીમ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વગર ઉતરી છે. BCCIએ ટ્વિટ કરીને કહ્યું કે જસપ્રીત બુમરાહ પ્લેઈંગ ઈલેવનનો ભાગ કેમ નથી ? જસપ્રીત બુમરાહ ભારતીય ટીમ સાથે ઈન્દોરમાં નથી પરંતુ તે તેના પરિવાર સાથે છે. ટીમ મેનેજમેન્ટે જસપ્રીત બુમરાહને બ્રેક આપ્યો છે. આ કારણોસર તે ઈન્દોર ODIમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી.
જસપ્રીત બુમરાહની જગ્યાએ મુકેશ કુમાર ટીમમાં સામેલ થયો છે
જસપ્રીત બુમરાહની જગ્યાએ મુકેશ કુમારને બેકઅપ પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. જોકે, મુકેશ કુમાર પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી. ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં એશિયન ગેમ્સ માટે ચીન જવા રવાના થશે. ફાસ્ટ બોલર મુકેશ કુમાર પણ આ ભારતીય ટીમનો હિસ્સો છે. મુકેશ કુમાર ટૂંક સમયમાં એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમ સાથે ચીન જવા રવાના થશે, પરંતુ હાલમાં જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં તે ભારતીય ટીમ સાથે ઈન્દોરમાં છે. જસપ્રીત બુમરાહ બીજી વન-ડેની પ્લેઈંગ ઈલેવનમાં ન હોવાથી ઘણી અટકળો થઈ હતી.
ઈજા બાદ આયર્લેન્ડ શ્રેણીમાંથી પરત ફર્યા
તાજેતરમાં જ જસપ્રીત બુમરાહ આયર્લેન્ડ સામેની શ્રેણીમાંથી ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો હતો. આ પછી જસપ્રીત બુમરાહ એશિયા કપમાં રમ્યો. વાસ્તવમાં જસપ્રીત બુમરાહ ઈજાના કારણે લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહ્યો હતો. ઈજાના કારણે તે IPL 2023ની સિઝનમાં રમી શક્યો ન હતો.
Australia have elected to bowl against #TeamIndia in the second #INDvAUS ODI.
— BCCI (@BCCI) September 24, 2023
A look at our Playing XI 👇👇
Follow the match - https://t.co/OeTiga5wzy @IDFCFIRSTBank pic.twitter.com/OJ4dBYIEAv
ભારતની પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (કેપ્ટન-વિકેટકીપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ ક્રિષ્ણા.
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન
ડેવિડ વૉર્નર, મેથ્યૂ શૉર્ટ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જૉશ ઈંગ્લિસ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, શીન એબૉટ, એડમ ઝમ્પા, જૉશ હેઝલવુડ, સ્પેન્સર જોનસન.