IND vs NZ: જસપ્રીત બુમરાહ કેમ ત્રીજી ટેસ્ટ નથી રમી રહ્યો? BCCIએ એક ચોંકાવનારું અપડેટ જાહેર કર્યું છે
IND vs NZ 3rd Test: ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહને ન રમવાના કારણે અનેક સવાલો ઉભા થયા છે. અહીં જાણો બુમરાહ કેમ નથી રમી રહ્યો?
Jasprit Bumrah not playing IND vs NZ 3rd Test: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ માટે મોટો ફેરફાર કર્યો છે. જસપ્રીત બુમરાહને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન કરવાને કારણે અનેક સવાલો ઉભા થયા છે. એક તરફ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ક્લીન સ્વીપ કરવાની કગાર પર ઉભી છે અને આવી સ્થિતિમાં બુમરાહનું ન રમવું ચોક્કસપણે આશ્ચર્યજનક છે. આખરે શું કારણ છે કે બુમરાહને પ્લેઈંગ ઈલેવનમાં રાખવામાં આવ્યો નથી.
ટોસ બાદ રોહિત શર્માએ જસપ્રિત બુમરાહ ના રમવાનું કારણ સમજાવ્યું અને કહ્યું કે, "અમે જાણીએ છીએ કે અમે શ્રેણીમાં સારી રમત દેખાડી નથી. વાનખેડેની પિચ સારી સ્થિતિમાં દેખાઈ રહી છે, આશા છે કે અમે તેમને ઝડપથી આઉટ કરવામાં સફળ થઈશું. “બુમરાહ હજુ સ્વસ્થ નથી, મોહમ્મદ સિરાજ પ્લેઈંગ ઈલેવનમાં તેના સ્થાને આવ્યો છે. બીજી તરફ BCCIએ પણ બુમરાહના સ્વાસ્થ્યને લઈને મોટું અપડેટ આપ્યું છે. બીસીસીઆઈએ એક અપડેટ આપતા કહ્યું કે બુમરાહ વાયરલ ઈન્ફેક્શનથી પીડિત છે, જેના કારણે તે ત્રીજા ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી.
UPDATE:
— BCCI (@BCCI) November 1, 2024
Mr Jasprit Bumrah has not fully recovered from his viral illness. He was unavailable for selection for the third Test in Mumbai.#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank
બુમરાહ વર્તમાન સિરીઝમાં 2 મેચમાં માત્ર 3 વિકેટ લઈ શક્યો છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા માટે બુમરાહની ફિટનેસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભારત vs ઓસ્ટ્રેલિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 22 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. મોહમ્મદ શમીને આ આગામી સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં સ્થાન મળ્યું નથી, આવી સ્થિતિમાં બુમરાહ બોલિંગ આક્રમણની આગેવાની કરશે.
ન્યૂઝીલેન્ડે પણ શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ માટે 2 ફેરફાર કર્યા છે. કેપ્ટન ટોમ લાથમે જણાવ્યું કે મિશેલ સેન્ટનર પીડાની ફરિયાદ કરી રહ્યા છે અને તેની જગ્યા ઈશ સોઢીએ લીધી છે. ટિમ સાઉદીના સ્થાને મેટ હેનરી આવ્યો છે, જે પ્રથમ ટેસ્ટ મેચ બાદ પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યો છે.
આ પણ વાંચો : South Africa Squad: ભારત સામેની ટી-20 સીરિઝ માટે સાઉથ આફ્રિકાએ જાહેર કરી ટીમ, રબાડાને ન મળ્યું સ્થાન