South Africa Squad: ભારત સામેની ટી-20 સીરિઝ માટે સાઉથ આફ્રિકાએ જાહેર કરી ટીમ, રબાડાને ન મળ્યું સ્થાન
South Africa Squad: આ પ્રવાસમાં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે જોવા મળશે. T20 વર્લ્ડ કપ 2024થી સૂર્યા ટીમ ઇન્ડિયાના કાયમી T20 કેપ્ટન તરીકે જોવા મળ્યો છે.
South Africa Squad For IND vs SA T20I Series: ભારતીય ટીમ 07 થી 14 નવેમ્બર દરમિયાન ચાર મેચની T20 શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે. આ પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર કગીસો રબાડાને આ સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. ચાર મેચની ટી-20 શ્રેણી માટે એડન માર્કરામને કેપ્ટનશીપ આપવામાં આવી છે.
Aiden Markram will lead a strong South Africa lineup for the home T20I series against India 👊#SAvINDhttps://t.co/aAIODe89ag
— ICC (@ICC) October 31, 2024
આ T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયા દ્વારા પહેલા જ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસમાં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે જોવા મળશે. T20 વર્લ્ડ કપ 2024થી સૂર્યા ટીમ ઇન્ડિયાના કાયમી T20 કેપ્ટન તરીકે જોવા મળ્યો છે.
આ છે દક્ષિણ આફ્રિકાની ટીમ
નોંધનીય છે કે આ દિવસોમાં દક્ષિણ આફ્રિકાની ટીમ બાંગ્લાદેશના પ્રવાસ પર બે મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. સીરિઝની બીજી અને છેલ્લી મેચ 02 નવેમ્બરે સમાપ્ત થશે. રબાડા આ ટેસ્ટ શ્રેણીનો એક ભાગ છે અને શાનદાર બોલિંગ કરી રહ્યો છે. તાજેતરમાં જ જાહેર થયેલી ICC રેન્કિંગમાં રબાડા ટેસ્ટમાં નંબર વન બોલર બન્યો છે. પરંતુ ટી20 શ્રેણીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
એઇડન માર્કરામ પણ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં આફ્રિકાનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેને ટી20 શ્રેણી માટે આફ્રિકાનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. આ સિવાય હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ અને ડેવિડ મિલર જેવા કેટલાક જૂના અને અનુભવી ખેલાડીઓ પણ ટીમમાં જોવા મળ્યા હતા.
ભારત સામેની T20 શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમ
એડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જોન્સેન, હેનરિક ક્લાસેન, પેટ્રિક ક્રૂગર, કેશવ મહારાજ, ડેવિડ મિલર, મિહલાલી મપોંગવાના, નકાબા પીટર, રેયાન રિકેલટન, એન્ડીલે સિમલન, ટ્રિસ્ટન સ્ટબ્સ.
Test Record: સાઉથ આફ્રિકાએ રચી દીધો કીર્તિમાન, પહેલીવાર ટેસ્ટની એક ઇનિંગમાં ફટકાર્યા આટલા છગ્ગા