શોધખોળ કરો

IND vs WI: ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં વિરેન્દ્ર સહેવાગને પછાડીને સૌથી વધુ રન બનાવનાર પાંચમો બેટ્સમેન બન્યો વિરાટ કોહલી

વેસ્ટ ઇન્ડિઝ સામેની ડોમિનિકા ટેસ્ટના બીજા દિવસે પણ ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો

Virat Kohli Test Stats:  વેસ્ટ ઇન્ડિઝ સામેની ડોમિનિકા ટેસ્ટના બીજા દિવસે પણ ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ બીજા દિવસની રમત પૂરી થવા સુધી 2 વિકેટે 312 રન બનાવી લીધા છે. આ રીતે પ્રથમ દાવના આધારે ભારતીય ટીમ 162 રનથી આગળ નીકળી ગઈ છે. ડોમિનિકા ટેસ્ટના બીજા દિવસના અંતે યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી અણનમ પરત ફર્યા હતા. યશસ્વી જયસ્વાલ 350 બોલમાં 143 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે વિરાટ કોહલી 96 બોલમાં 36 રન બનાવીને ક્રિઝ પર છે. બંને ખેલાડીઓ વચ્ચે 72 રનની ભાગીદારી થઈ છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ડોમિનિકા ટેસ્ટના બીજા દિવસે વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો.

વિરાટ કોહલીએ સહેવાગને પછાડ્યો

વિરાટ કોહલી ભારત માટે ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર પાંચમો ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ વિરેન્દ્ર સહેવાગને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં 8504 રન બનાવ્યા છે. ભારત માટે ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં સચિન તેંડુલકર ટોચ પર છે. સચિન તેંડુલકરના નામે 15921 રન છે. તે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. જ્યારે રાહુલ દ્રવિડ ભારત માટે ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે. રાહુલ દ્રવિડે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 13265 રન બનાવ્યા હતા.

આ યાદીમાં કોનો સમાવેશ થાય છે?

સુનીલ ગાવસ્કર આ યાદીમાં ત્રીજા નંબર પર છે. સુનીલ ગાવસ્કરે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 10122 રન બનાવ્યા હતા. VVS લક્ષ્મણે ભારત માટે ટેસ્ટ મેચોમાં 8781 રન બનાવ્યા છે. VVS લક્ષ્મણ આ યાદીમાં ચોથા નંબર પર છે. જ્યારે વિરાટ કોહલી 8504 રન સાથે ભારત માટે ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર પાંચમો ખેલાડી બની ગયો છે.

યશસ્વી અને રોહિતની સદી

બીજા દિવસના પ્રથમ સત્રની રમતમાં ભારતીય ટીમના બંને ઓપનિંગ બેટ્સમેનોએ કાળજીપૂર્વક દાવને આગળ ધપાવ્યો હતો. બંન્ને ટીમને 100 રનના સ્કોરથી આગળ લઈ ગયા હતા હતી. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે પણ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. આ સાથે જ કેપ્ટન રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 15મી અડધી સદી પૂરી કરી હતી.  જ્યારે લંચ સમયે રમત રોકવામાં આવી ત્યારે ભારતીય ટીમનો સ્કોર કોઈ પણ નુકસાન વિના 146 રન હતો. ભારતે પ્રથમ સેશનમાં કુલ 66 રન બનાવ્યા હતા.

લંચ પછી બીજા સત્રની શરૂઆત સાથે રોહિત અને યશસ્વીએ સ્કોરને ઝડપથી આગળ વધાર્યો હતો. યશસ્વી જયસ્વાલે પોતાની ડેબ્યુ ટેસ્ટમાં સદી ફટકારીને એક ખાસ ક્લબમાં સામેલ થયો હતો. આ સાથે જ કેપ્ટન રોહિત અને યશસ્વી વચ્ચે પ્રથમ વિકેટ માટે 200 રનની ભાગીદારી થઇ હતી.

રોહિત શર્માએ પણ પોતાની 10મી ટેસ્ટ સદી પૂરી કરી હતી. જોકે તે 103 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતીય ટીમને આ મેચમાં 229ના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો હતો. નંબર-3 પર બેટિંગ કરવા ઉતરેલો શુભમન ગિલ માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બીજા સેશનના અંતે ભારતીય ટીમનો સ્કોર 2 વિકેટના નુકસાને 245 રન હતો.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Politics:  શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
Gujarat Politics: શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ  
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ  
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદનGujarat Politics । કુંવરજી બાવળીયા બનશે ડેપ્યુટી સીએમ ?, મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Politics:  શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
Gujarat Politics: શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ  
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ  
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
PM Modi Russia Visit: રશિયા જવા રવાના થયા વડાપ્રધાન મોદી, રશિયન રાષ્ટ્રપતિને લઇને શું કહ્યુ?
PM Modi Russia Visit: રશિયા જવા રવાના થયા વડાપ્રધાન મોદી, રશિયન રાષ્ટ્રપતિને લઇને શું કહ્યુ?
Crime: જુનાગઢમાં સરકારી અનાજની હેરાફેરી, દરોડા દરમિયાન 10 લાખનો ઘઉં-ચોખાનો જથ્થો પકડાયો
Crime: જુનાગઢમાં સરકારી અનાજની હેરાફેરી, દરોડા દરમિયાન 10 લાખનો ઘઉં-ચોખાનો જથ્થો પકડાયો
Embed widget