શોધખોળ કરો
Advertisement
IPL 2020માં કારમી હાર પછી ધોનીને કેપ્ટનપદેથી વિદાય કરી દેવાશે ? જાણો CSKના CEOએ શું કહ્યું ?
ચેન્નઈ સુપર કિંગ્સના ખરાબ પ્રદર્શનને જોતા ક્રિકેટ જગતમાં ધોનીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠી રહ્યાં છે.
IPL: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ત્રણ વખત ચેમ્પિયન એમએસ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે આ સીઝનમાં ખૂબજ ખરાબ પ્રદર્શન કર્યું છે. આઈપીએલના ઈતિહાસમાં પહેવાર ચેન્નઈ પ્લે ઓફમાં ક્વોલાફાઈ કરવામાં નિષ્ફળ રહી છે. આ સીઝનમાં અત્યાર સુધી ચેન્નઈએ 12 મેચમાંથી માત્ર 4 મેચમાં જ જીત મેળવી છે અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે આઠમાં નંબરે છે.
ચેન્નઈ સુપર કિંગ્સના ખરાબ પ્રદર્શનને જોતા ક્રિકેટ જગતમાં ધોનીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠી રહ્યાં છે. ક્રિકેટના ઘણા નિષ્ણાંતોનું કહેવું છે કે, માહી આઈપીએલની આગામી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનું નેતૃત્વ નહીં કરે. તેની વચ્ચે આ મુદ્દે ટીમના સીઈઓએ મોટું નિવેદન આપ્યું છે.
ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું કે, મને વિશ્વાસ છે કે, એમએસ ધોની આઈપીએલ 2021માં પણ ટીમનું નેતૃત્વ કરશે. તે અમને ત્રણ આઈપીએલ ટ્રોફી જીતાડી ચુક્યો છે. આ પહેલીવાર એવું બન્યું છે કે, અમે પ્લે ઓફમાં પહોંચી શક્યા નથી. એક ખરાબ વર્ષનો મતલબ એ નથી કે બધુ બદલાઈ જશે.
તેમણે કહ્યું કે, અમે ક્ષમતા પ્રમાણે આ સીઝનમાં નથી રમ્યા. અમે એવી મેચો હાર્યા જે અમારે જીતવી જોઈતી હતી, સુરેશ રૈનાત અને હરભજન સિંહે નામ પરત લઈ લેતા ટીમનું સંતુલન બગડી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2020 શરુ થાય તે પહેલા જ ટીમના સ્ટાર ખેલાડી સુરેશ રૈના અને હરભજન સિંહે પોતાનું નામ પરત લઈ લીધું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement