શોધખોળ કરો
Mehsana Protest : બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Mehsana Protest : બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
મહેસાણાના બહુજરાજી હાઇવે પર 4 કલાકથી ગ્રામજનોએ ચક્કાજામ કર્યું. સામેત્રા ગામ નજીક પ્રદૂષણથી ત્રસ્ત ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા અને ચક્કાજામ કર્યું. કેમિકલ અને પેપર મિલના પ્રદૂષણના કારણે ગ્રામજનો ત્રસ્ત છે. વારંવાર રજૂઆત છતાં પણ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કોઈ કારવાહી નથી થઈ. પ્રશાસને કોઈ કારવાઈ ન કરતા વિફરેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા.
ચાર કલાકથી ચક્કાજામને પગલે હાઈવે પર બંને તરફ વાહનોના થપ્પા લાગેલા જોવા મળ્યા. પોલીસ પ્રાંત અધિકારી પ્રદૂષણ વિભાગના અધિકારીઓ સામેત્રા ગામ પહોંચ્યા અને અધિકારીઓએ ગામના આગેવાનો સાથે હાલ બેઠક શરૂ કરી હતી. ગ્રામજનો ફેક્ટરી બંધ કરવાની માંગ પર અડગ રહ્યા હતા. અંતે હંગામી ધોરણે પેપર મીલ બંધ કરવામાં આવતા આંદોલન સમેટાયું હતું.
આગળ જુઓ





















