આ સ્ટાર ક્રિકેટરે દરિયામાં ડૂબકી લગાવીને કર્યા પુશઅપ, માછલી પકડવાની પણ કરી કોશિશ
આઇપીએલ 2021ને કોરોના વાયરસના વધતા જતા પ્રમાણને લઇને અશ્નિત સમય સુધી રોકી દેવાઇ હતી. લીગની બાકી રહેલી 31 મેચોને રમાડવા માટેના આગળના આયોજનને લઇને હાલ સુધી કોઇ જ સ્પષ્ટતા સામે આવી નથી.
આઇપીએલ 2021 (IPL 2021) સ્થગિત થયા બાદ પંજાબ કિંગ્સનો (Punjab Kings) બેટ્સમેનો માલવિદમાં રોકાયા હતા. ક્રિસ ગેઇલ (Chirs Gayle) તેના બિંદાસ અંદાજ માટે જાણીતો છે. તાજેતરમાં તેણે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પાણીની અંદર વર્કઆઉટ કરી રહ્યો છે. માછલી પકડવાની કોશિશની સાથે પુશઅપ કરી રહ્યો છે.
ક્રિસ ગેઇલ આઇપીએલ 2021 સિઝનમાં ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. તેણે પોતાની ટીમ પંજાબ કિંગ્સ તરફ થી 8 મેચ રમી હતી. જે દરમ્યાન તેણે 25.42 ની સરેરાશ થી 178 રન બનાવ્યા હતા. જોકે તેણે આઇપીએલ 2021 ની સિઝનમાં રમતી વેળા ટુર્નામેન્ટમાં 350 છગ્ગા લગાવનારો તે પ્રથમ બેટ્સમેન બનાવની ઉપલબ્ધી હાંસલ કરી હતી. આઇપીએલમાં તે સૌથી વધારે છગ્ગા લગાવનારો બેટ્સમેન છે. આઇપીએલમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પણ ક્રિસ ગેઇલના નામે નોંધાયેલો છે.
આઇપીએલ 2021ને કોરોના વાયરસના વધતા જતા પ્રમાણને લઇને અશ્નિત સમય સુધી રોકી દેવાઇ હતી. લીગની બાકી રહેલી 31 મેચોને રમાડવા માટેના આગળના આયોજનને લઇને હાલ સુધી કોઇ જ સ્પષ્ટતા સામે આવી નથી. લીગ દરમ્યાન બાયોબલમાં રહેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને લઇને કોરોના સંક્રમણ લાગવાને લઇને ટુર્નામેન્ટને રોકી દેવાઇ હતી.
View this post on Instagram
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,67,334 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4529 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,89,851 લોકો ઠીક પણ થયા છે. આજે દેશમાં
- કુલ કેસ- બે કરોડ 54 લાખ 96 હજાર 330
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 19 લાખ 86 હજાર 363
- કુલ એક્ટિવ કેસ - 32 લાખ 26 હજાર 719
- કુલ મોત - 2 લાખ 83 હજાર 248
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશના આઠ રાજ્યોમાં એક લાખથી વધુ કેસ છે. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત સહિત 10 રાજ્યોમાં 50 હજારથી એક લાખ એક્ટિવ કેસ છે. 18 રાજ્યોમાં 50 હજારથી ઓછા એક્ટિવ કેસ છે.