IND-W vs AUS-W: ફાઈનલમાં પહોંચવા માટે ભારતે બનાવવા પડશે 339 રન, લિચફિલ્ડની સદી
IND-W vs AUS-W Semifinal: ઓસ્ટ્રેલિયાએ 2025 મહિલા ODI વર્લ્ડ કપના સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા માટે એક મુશ્કેલ લક્ષ્ય રાખ્યું છે. ફોબી લિચફિલ્ડની સદી અને એલિસ પેરી અને એશ્લે ગાર્ડનરની અડધી સદીના કારણે ઓસ્ટ્રેલિયાએ ભારતને 339 રનનો લક્ષ્યાંક આપ્યો.

IND-W vs AUS-W Semifinal: ઓસ્ટ્રેલિયાએ 2025 મહિલા ODI વર્લ્ડ કપના સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા માટે એક મુશ્કેલ લક્ષ્ય રાખ્યું છે. ફોબી લિચફિલ્ડની સદી અને એલિસ પેરી અને એશ્લે ગાર્ડનરની અડધી સદીના કારણે ઓસ્ટ્રેલિયાએ ભારતને 339 રનનો લક્ષ્યાંક આપ્યો. જોકે, એક સમયે એવું લાગતું હતું કે ઓસ્ટ્રેલિયાની ટીમ સરળતાથી 350 રનનો સ્કોર વટાવી જશે, પરંતુ ભારતીય બોલરોએ સતત વિકેટો લઈને રન રેટને રોક્યો.
𝗜𝗻𝗻𝗶𝗻𝗴𝘀 𝗕𝗿𝗲𝗮𝗸!
— BCCI Women (@BCCIWomen) October 30, 2025
2⃣ wickets each for Sree Charani and Deepti Sharma 👍
1⃣ wicket each for Kranti Gaud, Amanjot Kaur, and Radha Yadav ☝️
Over to our batters now!
Scorecard ▶ https://t.co/ou9H5gNDPT#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvAUS pic.twitter.com/WRXlvLtfwL
સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ 49.5 ઓવરમાં 338 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી શ્રી ચારણી અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ લીધી. અમનજોત કૌર, રાધા યાદવ અને ક્રાંતિ ગૌરે એક-એક વિકેટ લીધી. જોકે, બધા ભારતીય બોલરોએ ઘણા રન આપ્યા.
ફોબી લિચફિલ્ડે સદી ફટકારી, એલિસ પેરી ચમકી
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી નહોતી. કેપ્ટન એલિસા હીલી ફક્ત પાંચ રન બનાવીને આઉટ થઈ ગઈ. જોકે, ફોબી લિચફિલ્ડે ત્યારબાદ ભારતીય બોલરો પર રીતસરની તૂટી પડી. પહેલી વિકેટ 25 રન પર પડી, પરંતુ ફોબી લિચફિલ્ડ અને એલિસ પેરીએ ત્યારબાદ 175 રનની ભાગીદારી નોંધાવી. ફોબી લિચફિલ્ડે 93 બોલમાં 119 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 17 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. એલિસ પેરીએ 88 બોલમાં 77 રન બનાવ્યા, જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.
ભારતીય બોલરોએ અંતિમ ઓવરોમાં સતત વિકેટ લીધી
ફોબી લિચફિલ્ડ અને એલિસ પેરીના આઉટ થયા પછી, એશ્લે ગાર્ડનરે માત્ર 45 બોલમાં 63 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. બીજા છેડે કોઈ પણ બેટ્સમેન ટકી શક્યો નહીં. બેથ મૂની 24 રન બનાવીને, એનાબેલ સધરલેન્ડ 03 રન બનાવીને, તાહલિયા મેકગ્રા 12 રન બનાવીને અને કિમ ગાર્થ 17 રન બનાવીને આઉટ થઈ.
છેલ્લી ઓવરમાં 3 વિકેટ પડી ગઈ
ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. નહીંતર, સ્કોર 350નો થઈ શક્યો હોત. દીપ્તિ શર્માએ છેલ્લી ઓવરમાં ફક્ત ત્રણ રન આપ્યા. ભારત તરફથી શ્રી ચારણી અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ લીધી. અમનજોત કૌર, રાધા યાદવ અને ક્રાંતિ ગૌરે એક-એક વિકેટ લીધી. જોકે, બધા ભારતીય બોલરોએ ઘણા રન ખર્યા હતા.




















