શોધખોળ કરો

Women's T20 World Cup: ઓસ્ટ્રેલિયાની સતત બીજી જીત, બીજી મેચમાં બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવ્યું

મહિલા વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાની આ સતત બીજી જીત છે. આ પહેલા કાંગારૂ ટીમે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.

Women's T20 World Cup 2023: દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનું વિજેતા અભિયાન ચાલુ છે. ઓસ્ટ્રેલિયાએ 14 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની મેચમાં 8 વિકેટે જીત મેળવી હતી. જ્યોર્જિયા વેયરહેમે કાંગારૂ ટીમને મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની બોલિંગ સામે બાંગ્લાદેશના બેટર્સ રન બનાવી શક્યા નહોતા. તેણે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી. મહિલા વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાની આ સતત બીજી જીત છે. આ પહેલા કાંગારૂ ટીમે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.

બાંગ્લાદેશી બેટ્સમેન દબાણમાં

સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈનિંગની શરૂઆત કરવા આવેલી શમીમા સુલતાના અને મુર્શિદા ખાતૂન વહેલી આઉટ થઈ ગઈ હતી. શમીમા 1 અને મુર્શિદા 7 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલી શોભના મોસ્ટરી પણ એક રન બનાવી શકી હતી.  બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલ્તાનાએ 57 અને શોર્નાએ 12 રન બનાવ્યા હતા. આ બે સિવાય ટીમનો કોઈપણ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યો નહોતો. આ રીતે બાંગ્લાદેશે 20 ઓવરમાં 7 વિકેટે 107 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જ્યોર્જિયા વેયરહેમે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય ડાર્સી બ્રાઉને 2 જ્યારે મેગન શુટ અને એશ્લે ગાર્ડનરને 1-1 વિકેટ મળી હતી.

ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે કચડી નાખ્યું

જીત માટે 108 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. કાંગારુ ટીમની પ્રથમ વિકેટ 9 રનમાં પડી હતી. ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલી બેથ મૂની 2 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી કેપ્ટન મેગ લેનિંગ અને એલિસા હીલીએ નેતૃત્વ સંભાળ્યું. બંનેએ અડધી સદી ફટકારીને ટીમને શરૂઆતના આંચકામાંથી ઉગારી હતી. એલિસા 37 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. મેગ લેનિંગે કેપ્ટનશીપની ઇનિંગ રમતા અણનમ 48 રન બનાવ્યા હતા. જ્યારે એશ્લે ગાર્ડનર 19 રન બનાવીને અણનમ રહી હતી. આ બંને ખેલાડીઓએ 19મી ઓવરમાં કોઈપણ જોખમ લીધા વિના ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. બાંગ્લાદેશ તરફથી મારુફા અખ્તર અને શોર્ના અખ્તરે 1-1 વિકેટ લીધી હતી. મેચમાં શાનદાર બોલિંગ કરનાર જ્યોર્જિયા વેયરહેમને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Embed widget